________________
१०८
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
અને એ હિમત્વથી વિરૂદ્ધ પદાર્થ અગ્નિ છે. ને અગ્નિનું કાર્ય ધૂમાડે છે. ને તે ધૂમાડાની ઉપલબ્ધિ-વિદ્યમાનતા હેતુ તેરીક હોવાથી વિશિષ્ટરોમહર્ષને નિષેધ સિદ્ધ થાય છે.
૪ વ્યાપક કારણ વિરૂદ્ધ કાર્યો પલબ્ધિનું ઉદાહરણ “અહિં શીતસ્પર્શ વિશેષ નથી. કારણકે ધૂમાડે દેખાય છે. આ અનુમાનમાં શીતસ્પર્શવિશેષનું વ્યાપક શીતસ્પર્શમાત્ર છે. તે શીતસ્પર્શમાત્રનું કારણ હિમ અને હિમથી વિરૂદ્ધ પદાર્થ અગ્નિછે. અને તે અગ્નિનું કાર્ય ધૂમાડે છે. અને ધૂમાડાની ઉપલબ્ધિ હેતુ તરીકે હેવાથી શીતસ્પર્શવિશેષને નિષેધ સિદ્ધ થાય છે
આ ચારે ઉદાહરણ વિરુદ્ધકાપલબ્ધિના પેટા વિભાગ રૂપે છે. વિરુદ્ધ કાર્યોપલબ્ધિમાં પ્રતિષેધ્ય પદાર્થના સાક્ષાત વિરુદ્ધ કાર્ય વિમાનતા હેતુ તરીકે હતી. ત્યારે આ ચાર ઉદાહરણોમાં પરંપરાઓ વિરુદ્ધ કાર્યની ઉપલબ્ધિ છે. એટલે પ્રતિષેધ્ય પદાર્થના સંગત કારણ, સંગત વ્યાપક, સંગત કારણવ્યાપક અને સંગત વ્યાપકકારણ ઘટાવી છેલ્લા પદાર્થના વિરુદ્ધકાર્યની ઉપલબ્ધિ હેતુ તરીકે ઘટાવવામાં આવી છે.
પહેલા બે ઉદાહરણમાં સાક્ષાત વિરુદ્ધ કાર્યોપલબ્ધિ કરતાં કારણ અને વ્યાપક એકેક વસ્તુનું આંતરું છે. જ્યારે છેલ્લા બે ઉદાહરણમાં કારણ વ્યાપક અને વ્યાપકકારણ એમ બે બેનું અંતરે છે. આ રીતે આ ચારે ઉદાહરણો પરંપરા વિરુદ્ધ કાર્યોપલબ્ધિના હેતુ તરીકે કહેવાય છે. આ ચારે ઉદાહરણોમાં જે પદાર્થ વિરુદ્ધ કાર્યોપલબ્ધિના ઉદાહરણમાં હેતુ તરીકે છે તેજ પદાર્થ અહિં પરંપરાના ચારે ઉદાહરણોમાં પણ છેa તેરીકે છે. પરંતુ પરંપરાએ માનવાથી ફેર માત્ર એટલે પડે કે દરેકને સાધ્ય બદલાતાં ગયાં. છતાં પહેલા અને ત્રીજા તેમજ બીજા અને ચોથા ઉદાહરણમાં તે સાધ્ય એકનું એકજ છે. કારણકે તેમાં વ્યાપ્ય વ્યાપક અપેક્ષા ભેદથી અંતર્ગત કરી લેવામાં આવ્યો છે. આજ પ્રમાણે, વિરુદ્ધકારણોપલબ્ધિ, વિરહવ્યાપોપલબ્ધિ અને વિરૂદ્ધસહચરો પલબ્ધિના પણ ચાર ચાર અવાજોર બેદે પડે છે.