________________
१५४ प्रमाणनयतत्त्वालोकालङ्कारः
કારણકે શબ્દ નિત્ય હોવાથી જ્ઞાતસબન્ધ એગ્ય દ્રવ્ય પણ નિત્ય રહેવું જોઈએ. પણ આ વ્યવહારથી તદ્દન વિરુદ્ધ છે. એટલે બીજી દલીલ પણ ટકી શકતી નથી.
તીજી દલીલમાં એમ કહેવામાં આવ્યું છે કે “શબ્દ નિત્ય છે કારણકે શ્રવણેન્દ્રિયનો વિષયભૂત છે અને તેને લઈને તે નિત્ય છે.
પરંતુ આ વાત પણ સત્ય ઠરતી નથી, કારણકે જે શ્રવણેન્દ્રિચનો વિષય હોય તેને નિત્ય માનવાનું કાંઈ ખાસ કારણ નથી. ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત વિગેરે ઉચ્ચાર ભેદો શ્રવણેન્દ્રિયના વિષયભૂત હેવા છતાં નિત્ય નથી તે પ્રમાણે મીમાંસકેજ સ્વીકારે છે. ને તેજ પ્રમાણે વીણું વિગેરેને શબ્દ પણ છેન્દ્રિય ગ્રાહ્ય હોવા છતાં તેઓ અનિત્ય માને છે. તો શ્રેન્દ્રિય ગ્રાહ્યમાત્રથી કાઈપણરીતે શબ્દ નિત્ય તરીકે ન કરી શકે.
આ રીતે શબ્દ નિત્ય સિદ્ધ થતો નથી પરંતુ કથંચિત અનિત્ય સિદ્ધ થાય છે. એટલે શબ્દ કથંચિત નિત્ય પણ છે કારણકે તે દ્રવ્ય રૂપ છે. અને તેજ શબ્દ કથંચિત અનિત્યપણું છે કારણકે તે પર્યાયરૂપે પણ છે.
ઉપર પ્રમાણેના ટુંક નિર્દેશથી જોઈ શકીએ છીએ શબ્દ કઈ પણ રીતે નિત્ય કરી શકતું નથી. શબ્દના પગલિક પક્ષને વિચાર.
હવે પૌગલિકપણાના નિષેધ માટેની સામા પક્ષની શી દલીલ છે ને તેનો શો જવાબ હોઈ શકે તેને આપણે ટુંકરીતે વિચારીશું તે. પણ શબ્દ અપૌગલિક સિદ્ધ નહિંજ થઈ શકે તે આપણને નીચેના વિવેચનથી સમજાશે.
જેને શબ્દને પૌગલિક માને છે. પરંતુ તે પૌગલિકપણુની માન્યતાની વિરુદ્ધમાં તૈયાયિકાની પાંચ દલીલે છે. ને તે આ પ્રમાણે છે.
૧ પુદ્ગલ માત્રમાં સ્પર્શ, રસ ગન્ધ અને વર્ણ હોય છે. જ્યારે શબ્દને પૌગલિક માનવામાં આવે ત્યારે તેમાં પણ સ્પર્શ,