________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
१५३
સિદ્ધ કરે છે. આ રીતે પ્રત્યક્ષ ને અનુમાનથી બાધિત પદાર્થની પ્રત્યભિજ્ઞાન એ પ્રત્યભિજ્ઞાન નથી પરંતુ પ્રત્યભિજ્ઞાનાભાસ છે.
બીજી દલીલ પણ વાસ્તવિક નથી. કારણકે તે દલીલ પ્રમાણે તે જણાવવામાં આવે છે કે શબ્દ નિત્ય હોવો જોઈએ ને તેને સિદ્ધ કરવા માટે આ અનુમાન –અર્થપત્તિ સ્થાપિત કરવામાં આવે છે “ શબ્દ નિત્ય હોવો જોઈએ. કારણકે તેને નિત્ય માનવામાં ન આવે તો પરને માટે તેનું ઉચ્ચારણ કઈ રીતે ઘટી શકે નહિ. પરંતુ પરપુરુષ તેનું ઉચ્ચારણ કરી શકે છે એટલે નિત્ય હોવો જોઈએ.” તેમજ “જે શબ્દદ્વારા અર્થ અને શબ્દનો સબંધ જાર્યો હોય તેજ શબ્દ તે અર્થને જણાવે પરંતુ નવો ઉત્પન્ન થયેલ શબ્દ સબંધને નહિ જાણેલ હોવાથી ન જણાવી શકે. આ માટે શબ્દ નિત્ય છે. તે સિદ્ધ થાય છે. - આ પક્ષ પણ યુક્ત નથી. કારણકે શદ અનિત્ય હોય છે છતાં સાદસ્યતાને લઇને સબંધ ગ્રહણ થાય છે અને તેને લઈને તે તે વસ્તુમાં પ્રાણી પ્રવૃતિ કરે છે. જેમકે, “એક બાળક આગળ ગાય લાવવામાં આવે અને તેને કહેવામાં આવે છે કે આ ગાય છે. તેમજ ફરી એકાદ દીવસ પછી ગાય લાવી કહેવામાં આવે કે આ શું ? તે તે ગાય આ પ્રમાણે જે કહે છે તેમાં બીજીવાર બોલાયેલ “ગાય” શબ્દ પૂર્વની સાદસ્યતા વાળો છે નહિં કે એ એકજ છે.
- તેજપ્રમાણે એવો કાંઈ નિયમ નથી કે જે શબ્દદ્વારા જ્યાં જ્ઞાતસબન્ધ થયો હોય તેજ દ્વારા ત્યાં જ્ઞાત સબન્ધ થાય. જેમ આપણે રસોડામાં ધૂમ અને અગ્નિના સબધ જાણીએ છીએ છતાં તે ત્યાંજ કેવળ ન થતાં સાદશ્યતાને લઈને પર્વતમાં પણ ધૂમ અને અશ્ચિનો સબંધ થાય છે. અહિં જેમ સાદશ્યતાને લઈને બોધ થાય છે, તેમ શબ્દના સબંધમાં પણ આપણે નિત્ય ન માનતાં
અનિત્ય માની સદસ્યતા સ્વીકારવી જોઈએ. અને જે તમારે ઉપરિક્ત નિયમ સ્વીકારીએ તે જે ગાયમાં જે શબ્દદ્વારા જ્ઞાતિ સબબ્ધ થાય છે તે શબ્દદ્વારા તેજ ગાયમાં જ્ઞાત સબ રહેવો જોઈએ. અને તેમ થતાં પદાર્થ પણ નિત્ય અને એકજ થશે.