________________
प्रमाणनयतत्तलोकालङ्कारः
૨૧૧ .
રસ, ગન્ધ અને વહાવા જોઇએ. પરંતુ તે નહિં દેખાતા હૈાવાથી શબ્દને કયા બુદ્ધિશાળી પૌદ્ગલિક તરીકે સ્વીકારી શકે ?
૨ જે પદાર્થોં પૌલિક હેાય તે નિબિડ સ્થાનમાં જ આવી ન શકે કારણકે પદાર્થ માત્ર અવકાશ માટે આકાશની અપેક્ષા રાખે. છે. પરંતુ શબ્દ તે નિબિડ પ્રદેશમાં પણ ગમન આગમન કરી શકે છે એટલે તેને કાઇપણ રીતે પૌદ્ગલિક માની શકાય તેમ નથી.
૩ જો શબ્દને પૌદ્ગલિક માનવામાં આવે તે તેમાં પૂ અવયવ ને ઉત્તર અવયવ વિગેરે વિભાગેા પડવા જોઇએ પરંતુ શબ્દમાં આવી જાતને કાઈં પણ વિભાગ ન હેાવાથી પૌદ્ગલિક સિદ્ધ થતા નથી.
૪ તેમજ શબ્દને જો પૌદ્ગલિક માનવામાં આવે તે તે જે જગ્યાએ ગતિ કરે તે ઠેકાણે રહેલ સુક્ષ્મ મૂર્ત દ્રવ્યાને પ્રેરક હવેા જોઇએ. પર ંતુ આ પ્રમાણે શબ્દ કરતા ન હેાવાથી-શબ્દ પૌલિક સિદ્ધ થતા નથી.
૫
આ ચારે દલીલા દ્વારા શબ્દ પૌદ્ગલિક સિદ્ધ થતા નથી પરંતુ આકાશના ગુણરૂપ સિદ્ધ થાય છે. અને આકાશ મૂર્તી અને પુદ્દગલરૂપ ન હેાવાથી શબ્દ પણ અમૂ અને અપુદ્ગલરૂપ સિદ્ધ થવા જોઇએ તે સ્હેજે સિદ્ધ થાય છે.
આ રીતે યુક્તિયુક્ત વિચાર કરતાં નૈયાયિકાને શબ્દના પૌદ્ગલિકાના નિષેધ માટે પાંચ દલીલા માલમ પડે છે. માટેજ શબ્દને પૌદ્ગલિક કે મૂ માનવા કાઈ પણ રીતે વ્યાજખી નથી. તેમ તે નિશ્ચય કરે છે.
છતાં આ પાંચે દલીલા નિપુણ બુદ્ધિથી અવગાહનપૂર્ણાંક શબ્દના સ્વરૂપને વિચારનારના મગજમાં સ્હેજે કાઇપણ રીતે ઉપસ્થિત થાય નહિં. પરંતુ પુરેપુરા વિચાર સિવાય એકતરફી બુદ્ધિથીજ તે ઉત્પન્ન થાય છે અને તેને ક્રમસર ખુલાસા નીચે પ્રમાણે છે.
૧ શબ્દને આકાશને ગુણુ માની તેને અપૌદ્ગલિક માનવેદ