________________
२४६ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ( વિશેષાર્થ –લૌકિક પ્રમાણિક પુરુષમાં પિતા, માતા, મિત્ર વિગેરે હિતસ્વી પુરુષો ગણી શકાય. અને લોકોત્તર પ્રમાણિક પુરુષમાં તીર્થકર, ગણધર, કેવળી વિગેરે લેખી શકાય છે.
લૌકિક પ્રમાણિક પુરુષમાં તે માતા પિતા વિગેરે સાધારણ રીતે સર્વને આમ તેરીકે કબુલ છે. પરંતુ કેત્તર પુરુષમાં તીર્થકર ગણધર વિગેરે જેન દર્શનમાં ગ્રહણ કરાય છે. પરંતુ દરેક મતમાં પોતપોતાના દેવ, ગુરૂ વિગેરેને લેકેત્તર તરીકે ગણવામાં જુદા જુદા અભિપ્રાય છે. છતાં તે વાત તે તે ગ્રન્થને સેંપી આપણે ચાલુ વિષયમાં આગળ વધીશું.
નિયાયિક વિગેરેને અભિમત આપ્ત વસ્તુતઃ આત ઘટી શકો નથી. કારણકે તેઓ જ્ઞાનને સ્વપ્રકાશક નથી માનતા તેમજ આસને એક માને છે. અને તેથી તેઓને ઈષ્ટ આમ પોતે જાણી શકતા નથી કે જણાવી શકતું નથી.
છતાં તે તે કેત્તર આતની પરીક્ષામાટે આપણે ત્યાંના આપ્તપરીક્ષા અને આસમીમાંસા વિગેરે ગ્રન્થ જોઈ લેવા. કારણકે તે સર્વનું વિવેચન કરતાં ગ્રન્થનું દળ વધી જાય તેમ છે.
૩ મીમાંસકે વેદને અપરુષેય માને છે અને તેને જ સર્વોત્તમ આગમ તરીકે સ્વીકારે છે. અને તેની પુષ્ટિમાં તેઓ જણાવે છે કે પુરુષ માત્રમાં કોઈને કાંઈ દેષ હોય છે માટે
३ "दोषाः सन्ति न सन्तीति पौरुषेयेषु युज्यते वेदेकर्तुरभावाद्धि दोषाशकैव नास्ति नः"
રત્નાકર પૃ. ૩૦૭