________________
१४८ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ધિત છે. જે જૈનધર્મમાં અંગપ્રવિણરૂપ બારસંગ છે તે આ લકત્તર આપ્તપુરુષ કથિત છે. વચનવ્યાખ્યા:
वर्णपदवाक्यात्मकं वचनम् ॥ ८॥ અર્થ –અક્ષર, પદ અને વાક્યરૂપ હોય તેને વચન કહેવામાં આવે છે.
વિશેષાર્થ—અત્યારસુધી આતની વ્યાખ્યા કરી. હવે તેના વચનની વ્યાખ્યા કરે છે. વચનમાં વર્ણ, પદ અને વાકય હોય છે. ઉપલક્ષણથી સૂત્ર પાદ, અધ્યાય, પ્રકરણ, પરિચ્છેદ, કાંડ, વિભાગ વિગેરે ગ્રંથના વિભાગો પણ વચન તરીકે ગણી શકાય છે. વર્ણવ્યાખ્યા
अकारादि पौगलिको वर्णः ॥९॥ અર્થ—અકાર વિગેરે પદ્ધલિક વર્ણ છે. વિશેષાર્થ –આ અકારાદિકવણું ભાષાપર્યાતિ દ્વારા જીવમાં ઉત્પન્નથયેલ શક્તિથી પ્રગટ થતાં ભાષાવર્ગણાના પુદ્રલે છે. પરંતુ અન્ય દર્શનવાળા જેમ માને છે તેમ નિત્ય કે આકાશગુણ નથી.
૪. ૧ અચારાંગ ૨ સૂયગડાંગ ૩ ઠાણુગ ૪ સમવાયાંગ ૫ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૬ જ્ઞાતાધર્મકથા ઉપાસકાધ્યયનદશાંગ ૮ અનન્તકૃદ્ દશાંગ ૯ અનુત્તરપપાતિકદશાંગ ૧૦ પ્રશ્નવ્યાકરણ ૧૧ વિપાકસત્ર ૧૨ દૃષ્ટિવાદ.