________________
૨૦૦
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
હવે વર્ણ પદ અને વાક્યની ભાષામાં શી જરૂર છે તેને આપણે વિચાર કરવો જોઈએ.
ભાષાની ઉપગીતા–પ્રાણીમાત્રને હૃદયમાં વ્યક્ત અને અવ્યક્તબધ અનેક પ્રકારે થાય છે. પરંતુ હૃદયમાં થયેલા વ્યક્તબંધને વિનિમય અને પરને સારૂ તેને ઉપચાગ ભાષા ઉપર આધાર રાખે છે.
પ્રથમ દરેકને વારંવાર વસ્તુના પરિચયથી સાદૃશ્ય જ્ઞાન થાય છે. અને તે સાદશ્યજ્ઞાનથી જુદી જુદી વસ્તુના જુદી જુદી રીતે વિભાગો પડે છે. ને આ પહેલા વિભાગને પરને બંધ કરાવવા માટે ભાષાના અભાવથી અત્યંત મુશ્કેલી પડે છે. કારણકે ભાષાના અભાવે સારશ્ય વસ્તુઓને બોધ પણ તે તે વસ્તુને લાવીને કરાવવો પડે છે. અને જ્યારે ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ઉપરોક્ત પડતી સર્વ મુશ્કેલી આપોઆપ દૂર થાય છે. જેમકે બરફ પાણી, ચંન્દ્ર વિગેરે શીત વસ્તુઓ જાણ્યા છતાં તેઓના શીતતાના બંધ માટે તેની આગળ તે તે વસ્તુઓ લાવવી પડે છે. પરંતુ આ સર્વ શીત” છે. તેમ શબ્દ વાપરવામાં આવે છે તે સર્વે મુશ્કેલી મટી જાય અને તેઓના શીત ગુણનું ભાન થાય. તે જ પ્રમાણે જુદાં જુદાં વૃક્ષને જાણ્યા છતાં “વૃક્ષ” એ શબ્દ બોલતાં તમામ જાતના વૃક્ષેમાં એક જાતની સાદૃશ્યતા જણાય છે તે ભાષાના ઉપયોગમાં આવશ્યક છે.
આ રીતે ઈન્દ્રિયજન્ય વ્યક્તજ્ઞાનને પરને જણાવવા માટે ભાષા આવશ્યક ઠરે છે. હવે આ વ્યક્તજ્ઞાનરૂપ વિચારને ભાષામાં ઉતારવામાં આવે તે વાક્ય છે. અને આ વાકય