________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
પદ વ્યાખ્યા:
वर्णानामन्योन्यापेक्षाणां निरपेक्षा संहतिः पदम् पदानां तु वाक्यम् ॥ १० ॥
અર્થ:–પરસ્પર અપેક્ષા રાખનારા અક્ષરોને નિરપિક્ષ સમુદાય તેને પદ કહેવામાં આવે છે. ને તે જ પ્રમાણે પરસ્પર અપેક્ષા રાખનારા પદને નિરપેક્ષ સમુદાય તેને વાક્ય કહેવામાં આવે છે.
વિશેષાથ–પોતપોતાને ચગ્ય અર્થ જેની દ્વારા જાણવામાં આવે તેને પદ કહેવામાં આવે છે. આ પદમાં ઘણું કરીને બે ત્રણ કે તેથી વધારે અક્ષરે રહેલા હોય છે. અને તે દરેક અક્ષરે પરસ્પર એ એક પદમાં સંબંધવાળા હોય છે. છતાં એ અક્ષરે બીજા પદની અંદર રહેલા અક્ષર સાથે કઈપણ જાતને સંબંધ ધરાવતા નથી.
જેની દ્વારા પિતાને ઉચિત અર્થ જણાવવામાં આવે તેને વાક્ય કહે છે. આ વાકયમાં બે ત્રણ કે તેથી વધારે પદો ઘણું કરીને સમાયેલાં હોય છે. અને તે દરેક પદે તે વાક્યમાં રહેલા બીજા પદો સાથે પરસ્પર સબંધવાળાં હોય છે છતાં પણ તે વાકયથી બીજા વાક્યમાં રહેલા પદે સાથે તે વાકયના પદેને કઈ પણ જાતને સબંધ હોતો નથી.
ઉપરપ્રમાણે પદ અને વાકયની સામાન્ય રચના છતાં એકજ અક્ષરનું પદ અને એકજ પદનું વાકય પણ બની શકે છે. એટલે ઉપરનું સૂત્રવચન બહુલતાને અનુસરીને મુકાયેલ છે.