________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
- પરંતુ આ આખા આગમ પ્રમાણને આધાર આમની પરીક્ષા ઉપરજ અવલબેલો છે. એટલે તેની સત્ય પ્રતીતિ ઉપરજ તેનાથી બેલાતા વચન ઉપર સત્યની પ્રતીતિ થાય છે. આપ્તના લક્ષણને હેતુ
तस्य हि वचनमविसंवादि भवति ॥५॥
અર્થ –તેવા પ્રમાણિક પુરુષનું વચનજ અવિસંવાદિ હોય છે.
વિશેષાર્થ –જે પ્રમાણે વસ્તુ હોય તે પ્રમાણે કહેનાર પુરુષનું વચન જ ખોટું પડતું નથી. આપ્તના પ્રકાર –
સ તેવા વિશે જોશોના ૬ .
અર્થ –તે પ્રમાણિકપુરુષ લૌકિક અને લેકેત્તર એમ બે પ્રકારે હોય છે.
વિશેષાર્થ –સામાન્યલોકમાં રહેલ હિતસ્વી પુરુષ તે લોકિક. અને જગત્ માત્રના કલ્યાણની ઈચ્છાવાળા અને મોક્ષમાર્ગના ઉપદેશક તે લકત્તર. એમ બે પ્રકારના આત પુરુષે છે. બન્ને પ્રકારેના આપ્ત પુરૂષનું ઉદાહરણ –
लौकिको जनकादिलोकोत्तरस्तु तीर्थंकरादिः ॥७॥
અર્થ:–પિતા વિગેરે લૌકિક અને તીર્થકર વિગેરે લકત્તર પ્રમાણિક પુરુષ છે.