________________
१४४ प्रमाणनयतत्त्वालोकालङ्कारः
મારા છોકરા જે કઈ રૂપાળો નથી.” એ પ્રમાણે માતા પ્રેમથી બેલે તે રતિસબંધી અસત્ય છે.
આર્યાવર્ત પર અપ્રેમને લઈને કોઈ પરદેશી કહે કે “હજી આર્યાવર્ત ઉન્નતિને નથી.”તે અરતિને લઈને અસત્ય છે.
કોઈપણ માણસ ધનને નાશ કે વહાલાના અકાળ મરણથી બેલી ઉઠે કે “જીવવા કરતાં મરવું સારું.” તે તે શોકથી અસત્ય છે.
ચેરને રાજા પૂછે કે કેમ ચોરી કરી છે? તો તે ભયને લીધે કહે કે “હું ચોરી કરતે જ નથી.” આ ભયને લઈને અસત્ય છે. જે
જગ્યા હોવા છતાં ગંદા માણસને આપણી પાસે કે જમવા બેસાડે તે કહીએ કે “ભાઈ અહિં જગ્યા નથી બીજે બેસાડે”. આ જુગુપ્સા સબંધી અસત્ય છે.
કેઈ સ્ત્રી પુરુષ ઉપર રાગાંધ થવાથી બેલે કે “કામ. પણ તમારાથી પરાજય પામે છે. આ પુરુષવેદથી અસત્ય છે. આ રીતે નપુંસક અને સ્ત્રીવેદથી પણ અસત્ય બોલાય છે. પરંતુ દરેકજણ અજ્ઞાન કે કષાય દ્વારા જુઠું ન બોલવાને સંભવ હોય તેવા પુરુષોના વચન ઉપર વિશ્વાસ રાખી પદાર્થનું ભાન કરે છે.
આ બેધ વચન દ્વારા જ થાય તેવો કેઈ નિયમ નથી. પરંતુ લખવાથી, આંકડાથી હાથ મૂખની ચેષ્ટાદ્વારા, શબ્દ
સ્મરણથી કે બીજા અન્ય કેઈપણ પ્રકારથી કહેવાદ્વારા પરોક્ષ અર્થસબંધી પારકાને જે જ્ઞાન ઉત્પન્ન કરવામાં આવે તે આગમ છે. અને આગમન કારક યા ઉત્પાદક તે આસ છે. અર્થાત જે જેને અવંચક તે તેને આમ તે સાધારણ લક્ષણ છે.