________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः વિશેષણે આતમાં હોવાં જોઈએ. અને આ બે ન હોવાના કારણેજ જગતમાં જુઠું બોલાય છે.
અમદાવાદથી નરોડા કેટલું દૂર છે તે ન જાણનાર પુરુષને આપણે તેનું અંતર પૂછીએ કે પૂછયા સિવાય જવાબ આપે તો તે સાચે જવાબ ન આપી શકે. આ બે જવાબ તેની અજ્ઞાનતાને લઈને છે. ને આ અજ્ઞાનતા પહેલા વિશેષણના અભાવે છે.
બીજુ વિશેષણ “જાણ્યા પ્રમાણે કહેનાર” તે આસને લાગડવામાં આવ્યું છે. પરંતુ જે જાણ્યા પ્રમાણે ન કહેવાનું અને છે તે તે કેવળ કષાયને જ આભારી છે.
સામાન્ય સરળ માણસ પણ ક્રોધાવેશને લઈને બોલે કે આજે જીવતો ન મુકું.” આ ક્રોધથી અસત્ય છે.
“મારા જે બુદ્ધિશાળી જેતે નથી કે જે આટલા વખતમાં આટલું ભણે,?” અથવા “ શું હું હેટ થઈને નાનાને નમું?” આ માનથી અસત્ય છે.
નોકરી કરતો નકર બોલે કે “સાહેબ આપને તાવ આવ્યો ત્યારે મારા તમ્મરજ વછૂટી ગયા. આ માયાથી અસત્ય છે.
બે રૂપીઆના જેટાની ત્રણ રૂપીઆ કિંમત કરનાર કાઠીઓ બેલે કે “શેઠ પણ ત્રણ રૂપીએ તે ઘરમાં જ પડે છે. આ લેભથી અસત્ય છે.
| હાસ્ય ખાતર કહેવામાં આવે કે “અરે તારે લોટરીનો નંબર લાગી ગયે હમણાં જોઈને જ આવું છું.” આ હાસ્ય સંબંધી જુઠું છે.