________________
प्रमाणनयतत्वालोकालद्वारा १०१ ૫. કારણ વિરૂદ્ધ કારણેપલબ્ધિનું ઉદાહરણ આ પરષતે મિથ્યાત્વ મેહનીયનું આવરણ નથી. કારણકે તે તસ્વાથને ઉપદેશ ગ્રહણ કરતા જણાય છે. આમાં પ્રતિષેધ્ય મિથ્યાત્વઆવરણ છે તે હેતુ તેરીક તત્ત્વાર્થના ઉપદેશનું ગ્રહણ છે. પ્રતિષેધ્ય મિથ્યાત્વમેહનીયનું આવરણમિયાજ્ઞાન હોય તો ઉત્પન્ન થાય છે એટલે મિયાજ્ઞાન મિથ્યાત્વનું કારણ છે. આ મિથ્યાજ્ઞાનથી વિરૂદ્ધ સમ્યગજ્ઞાન છે અને એ સમ્યગ રાત પણ તત્વાર્થના ઉપદેશને ગ્રહણ કરવાથી થાય છે. (ગ્રહણશબ્દ એટલા માટે લેવો પડે છે કે કેટલીકવાર શ્રવણક્યમાત્રથી તત્ત્વજ્ઞાન થતું નથી.) માટે તત્ત્વાર્થના ઉપદેશનું ગ્રહણ એ સમ્યગૂજ્ઞાનનું કારણ છે. ને તે તત્વાર્થના ઉપદેશના ગ્રહણની વિદ્યમાનતા–ઉપલબ્ધિ હેતુ તરીક હેવાથી મિથ્યાત્વ આવરણને નિષેધ સિદ્ધ થાય છે.
૬ વ્યાપક વિરૂદ્ધ કારણેપલબ્ધિનું ઉદાહરણ–આ. પુરુષના આત્માને વિષે વિશિષ્ટ મિથ્યાજ્ઞાન નથી. કારણ કે તત્વાર્થને ઉપદેશ ગ્રહણ કરતો તે જણાય છે. આ અનુમાનમાં વિશિષ્ટ મિક્સ જ્ઞાનનું વ્યાપક મિયાજ્ઞાનમાત્ર છે. અને તેનું વિરૂદ્ધ તત્ત્વજ્ઞાનમાત્ર છે અને તેનું કારણ તત્ત્વાર્થોપદેશ ગ્રહણ છે. આ તત્ત્વાર્થોપદેશ ગ્રહણની વિલમાનતા ઉપલબ્ધિ હેતુ તરીકે હેવાશી વિશિષ્ટમિથ્યાજ્ઞાનને નિષેધ સિદ્ધ થાય છે.
૭ કારણ વ્યાપક વિરૂદ્ધ કારણેપલબ્ધિનું ઉદાહરણ– આને મિથ્યાત્વમોહનીયનું આવરણ નથી. કારણ કે તસ્વાર્થને ઉપદેશ રહેણું કરે તે જણાય છે.” આમાં પ્રતિષેધ્ય મિથ્યાત્વમોહનીયનું આવરણ છે. અને તે મિથ્યાવરણનું કારણ વિશિષ્ટમિથ્યાજ્ઞાનને તેનું વ્યાપક મિયાજ્ઞાનમાત્ર છે. અને આ મિથ્યાજ્ઞાનમાત્રનું વિરૂદ્ધ તત્વજ્ઞાનમાત્ર અને તેનું કારણ તત્વાર્થના ઉપદેશનું ગ્રહણ છે. ને તેની વિમાનતા ઉપલબ્ધિ હેતુ તરીકે લેવાથી મિથ્યાત્વમેહનીયના આવરણને નિષેધ સિદ્ધ થાય છે.