________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः १३१ હવે કારણ, પૂર્વચર, ઉત્તરચર અને સહચર વિગેરે હેતુઓ બૌદ્ધો નથી માનતા તેને ખુલાસે તે ગ્રંથકારે સ્વયંસૂત્રો મુકીને આપ્યો છે એટલે તે વિષે કાંઈ પણ વધારે વિવેચનની અહિં જરૂર નથી.
આપણે ત્યાં અવિરુદ્ધોપલબ્ધિ વિધિને સાધનાર છ પ્રકારની છે. તેમાં બૌદ્ધો પ્રથમના સ્વભાવ અને કાર્યને સ્વીકારે છે. બાકીના કારણ સહચર, ઉત્તર અને પૂર્વચરને હેતુ તરીકે સ્વીકારતા નથી. કારણ કે તાદામ્ય અને તંદુત્પત્તિ સબંધ હોય તેને જ શુદ્ધ હેતુ તરીકે સ્વીકારે છે. ને બાકીનાને હેત્વાભાસ તરીકે માને છે. અને તેની પુષ્ટિમાં જણાવે છે કે તાદામ્ય અને તત્પત્તિ સીવાય વ્યાપ્તિ ઘટી શકતી નથી ને વ્યાપ્તિ ઘટી ન શકવાથી શુદ્ધ હેતુ રહેતા નથી.
જન વિરુદ્ધોપલબ્ધિ પ્રતિષેધને સિદ્ધ કરવામાં સાત પ્રકારનો છે. તેમાં પણ કારણ, પૂર્વચર. સહચર ને ઉત્તરચર સિવાય જેનોની પેઠેજ તેમણે પણ ત્રણ હેતુઓ નિષેધની સિદ્ધિમાં માન્યા છે.
અવિરુદ્ધાનુપલબ્ધિ નિષેધની સિદ્ધિમાં સાત પ્રકારની માનેલ છે. તેમાં પણ બૌદ્ધોએ શરૂઆતની ચાર અનુપલબ્ધિ નિષેધની સિદ્ધિમાં માની છે.
વિરુદ્ધાનુપલબ્ધિ વિધિની સિદ્ધિમાં પાંચ પ્રકારની છે ને તેના ભેદે બૌદ્ધોએ એકે સ્વીકાર્યો નથી.
તૈયાયિકોની હેતુના ભેદ વિષયક માન્યતા–નૈયાયિકોએ પક્ષસર્વ સાક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ, અબાધિતવિષયત્વ અને, અસત્પતિપક્ષસ્વરૂપ પાંચ લક્ષણવાળો ઉપાધિ રહિત શુદ્ધ હેતુ માન્યો છે. પરંતુ જેને અને બૌદ્ધની પેઠે હેતુઓના જુદા જુદા પ્રકારો તેમણે પાડયાં નથી. છતાં તેઓએ અનુમાનના પૂર્વવત શેષવત અને સામાન્યતદષ્ટ એ ત્રણે ભેદ પાડ્યા છે અને તે ત્રણે ભેદ વસ્તુતઃ હેતુ. એના ભેદથી જ પડાયેલા છે. આ ત્રણે અનુમાને પ્રત્યક્ષપૂર્વકજ થાય છે.