________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः १३९ વિશ્વાસ દ્વારા તેના વચનથી અર્થશાન થાય છે. આ રીતે દરેકનાં સ્વરૂપ ભિન્ન છે. માટે આગમ પ્રમાણ ભિન્ન માનવાની જરૂર છે.
આ સૂત્રમાં આગમ” લક્ષ્ય છે અને પ્રમાણિક પુરુષના વચનથી ઉત્પન્ન થયેલ અર્થજ્ઞાન એ લક્ષણ છે.
હવે જે કેવળ અર્થજ્ઞાન”ને આગમ પ્રમાણ માનવામાં આવે તે પ્રત્યક્ષ વિગેરેથી પણ અર્થશાન થઈ શકે છે અને તે રીતે પ્રત્યક્ષ પણ આગમ પ્રમાણુ બની જાય. પરંતુ આ આગમ પ્રમાણે તે પરોક્ષ છે. માટે “વાક્યથી ઉત્પન્ન થયેલ આ પદ વધારવાની જરૂરિયાત ઉત્પન્ન થાય છે.
તેમજ “વાક્યથી ઉત્પન્ન થયેલ અર્થજ્ઞાન તે આગમ', એ પ્રમાણે માનીએ તે પણ સ્પષ્ટ પ્રવૃતિ અને નિવૃત્તિ ચોગ્ય પ્રમાણુરૂપ જ્ઞાન નહિ બને. કારણકે મૂર્ખ, લુચ્ચા અને બકવાદ કરનાર પુરુષના યુદ્ધા તદ્ધા બેલાયેલા વાક્યો-- દ્વારા આપણને અર્થ સબંધી ભાન તો થાય છે. પરંતુ તે તે પદાર્થમાં પ્રવૃતિ કરતાં તે પ્રકારની તે વસ્તુ ન જણાતી હેવાથી તે જ્ઞાન જુઠું થાય છે. માટે પ્રમાણિક પુરુષના” આ પદ. વધારવાની આવશ્યકતા છે.
હવે અથ' શબ્દનો ઉડાડી દઈ “પ્રમાણિક પુરુષના વચનથી ઉત્પન્ન થયેલ જ્ઞાન તે આગમ પ્રમાણ.” એમ માનીએ તે પણ આગમ પ્રમાણુની સાર્થકતા સિદ્ધ થતી નથી. કારણકે તે લક્ષણ દ્વારા તે ઉચ્ચારણુકરાતા વાક્ય યા શબ્દનું શ્રાવણ પ્રત્યક્ષ વિગેરે પણું આગમ પ્રમાણુ બની જાય. માટે અર્થ શબ્દની જરૂરિઆત છે. .. “