________________
श्री पार्श्वनाथाय नमः
છે અથ તુર્થ દ્રિઃ
ચોથે પરિચ્છેદ. પક્ષ પ્રમાણ (ચાલુ) આગમ પ્રમાણે વિચાર.
આગમલક્ષણ आप्तवचनादाविभूतमर्थसंवेदनमागमः ॥१॥
અર્થ: પ્રમાણિક પુરુષના વચનથી ઉત્પન્ન થયેલ અર્થજ્ઞાન તે આગમ પ્રમાણ છે. ' વિશેષાર્થ: આ આગમ પ્રમાણ પક્ષને પાંચમે ભેદ છે; પ્રત્યક્ષમાં વસ્તુને સાક્ષાત્ બેધ થાય છે, સ્મરણમાં અનુભવેલ પદાર્થને વિષય થાય છે, પ્રત્યભિજ્ઞાનમાં ઉતેજ આ એ પ્રકારનું સંકલના પૂર્વક જ્ઞાન થાય છે, તર્કમાં ત્રણેકાળમાં રહેલ સાધ્ય સાધનના સબંધને વિષય કરવામાં આવે છે, અને અનુમાનમાં હેતુદ્વારા સાધ્યનું ભાન કરવામાં આવે છે. અને તેજપ્રમાણે આ આગમપ્રમાણમાં પ્રમાણિક પુરુષના १ समयबलेन सम्यक्परोक्षानुभवसाधनं आगमः
ન્યાયસાર પૃષ્ઠ. ૨૮ आप्तवाक्यनिबन्धमर्थज्ञानमागमः ન્યાયદીપીકા પૃ. ૧૧૭