________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
१२७
કેવળ એકાંત–એક ધર્મ સ્વભાવ જણાતો નથી. આ ઉદાહરણ વિદ્ધ સ્વભાવાનુપલબ્ધિનું છે. ' વિશેષાર્થ–દરેક પદાર્થ માત્રમાં નિત્ય, અનિત્ય, સ, અસદુ, સામાન્ય, વિશેષ વિગેરે અનેક ધર્મો છે. પરંતુ નિત્યજ કે અનિત્યજ એ નિશ્ચિત વસ્તુને એક ધર્મ સ્વભાવ નથી.
પ્રસ્તુત અનુમાનમાં વિધિરૂપ સાધ્ય “અનેક ધર્મસ્વભાવ છે.” તેને વિરુદ્ધ સ્વભાવ એક ધર્મસ્વભાવ છે. તે એક ધર્મસ્વભાવ કેઈપણ વસ્તુમાં ન હોવાથી અનેક ધર્માત્મક પદાર્થ સિદ્ધ થાય છે. વિક્રવ્યાપકાનુપલબ્ધિનું ઉદાહરણ
विरुद्ध व्यापकानुपलब्धियथाअस्त्यत्र छाया औष्ण्यानुपलब्धेः ॥ १०८ ॥
અર્થ—અહિં છાયા છે. કારણકે ગરમી-ઉષ્ણતા જણાતી નથી. આ ઉદાહરણ વિરુદ્ધ વ્યાપકાનુપલબ્ધિનું છે.
વિશેષાર્થ–પ્રસ્તુત અનુમાનમાં “છાયા વિધિરૂપ સાધ્ય છે. તેથી વિરુદ્ધ તડકે છે, અને આ તડકો વ્યાપ્ય અને તેની વ્યાપક ગરમી છે. ને તે ગરમી જણાતી નહિ હોવાથી છાયા સિદ્ધ થાય છે. વિરુદ્ધક્સહચરાનુપલબ્ધિનું ઉદાહરણ–
विरुद्धसहचरानुपलब्धिर्यथाअस्त्यस्य मिथ्याज्ञान, सम्यग्दर्शनानुपलब्धेः ॥ १०९॥
અર્થ–આને વિષે મિથ્યાજ્ઞાન છે. કારણકે તેને વિષે સમ્યગુદર્શન દેખાતું નથી. આ ઉદાહરણ વિરુદ્ધ સહ. ચરાનુપલબ્ધિનું છે.