________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
१२५ વિરુદ્ધાનુપલબ્ધિના પાંચપ્રકારને નામનિદેશ
विरुद्धकार्यकारणस्वभावव्यापकसहचरानुपलभ्भभेदात् ॥ ને ૨૦૪ .
અર્થ –સાધ્યની સાથે વિરુદ્ધ રહેલાં કાર્ય, કારણું, સ્વભાવ, વ્યાપક અને સહચરની અવિદ્યમાનતાના ભેદે કરીને આ વિરુદ્ધાનુપલબ્ધિ પાંચ પ્રકારે છે.
વિશેષાર્થ –વિધિરૂપ સાધ્યની સાથે જે વિરુદ્ધ કાર્ય હોય તેની અવિદ્યમાનતા હેતુ તરીકે હાયતો તે હેતુ વિરુદ્ધ કાર્યાનુપલબ્ધિ કહેવાય છે.
વિધિરૂપ સાધ્યની સાથે જે વિરુદ્ધ કારણ હોય તેની અવિદ્યમાનતા જે હેતુતેરીકે હોય તે હેતુ વિરુદ્ધકારણુનુપલબ્ધિ કહેવાય છે.
વિધિરૂપ સાધ્યની સાથે જે વિરુદ્ધસ્વભાવ હોય તેની અવિદ્યમાનતા જે હેતુ તરીકે હેયતે તે હેતુ વિરુદ્ધસ્વભાવાનુપલબ્ધિ કહેવાય છે.
વિધિરૂપ સાધ્યની સાથે જે વિદ્ધવ્યાપક હોય તેની અવિદ્યમાનતા જે હેતુતેરીકે હેાય તે હેતુ વિરુદ્ધ વ્યાપકાનુપલબ્ધ કહેવાય છે.
વિધિરૂપ સાધ્યની સાથે જે સહચર વિરુદ્ધ હોય તેની અવિદ્યમાનતા જે હેતુ તરીકે હોય તે તે હેતુ વિરુદ્ધ સહચરાનુપલબ્ધ કહેવાય છે.
હવે તે દરેકનાં કમસર ઉદાહરણે દેખાડે છે. વિરુદ્ધકાર્યાનુપલબ્ધિનું ઉદાહરણ
विरुद्धकार्यानुपलब्धियथा--