________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः १२३ દર્શનમોહનીયના ઉપશમ વિગેરેનો અભાવ હોય છે.” અમાં પ્રતિષેધ્ય અભવ્યને વિષે સમ્યગૂજ્ઞાન છે. અને સમ્યગૂજ્ઞાનનુ સહચર સમ્યગ્દર્શન છે, આ સમ્યગ્ગદર્શન તત્વાર્થ શ્રદ્ધા સાથે વ્યાખ્યવ્યાપક ભાવે રહેલ છે. તેમાં સમ્યગ્ગદર્શન વ્યાપ્ય અને તત્વાર્થ શ્રદ્ધા સમ્યગદર્શનનું વ્યાપક છે. ને આ તસ્વાઈશ્રદ્ધા સમ્યગ્ગદર્શન મોહિનીયનો ઉપશમ થાય તેજ થાય છે. માટે દર્શનોપશમ તેનું કારણ છે. તે દર્શન પશમની અનુપલબ્ધિ હેતુ તરીકે હેવાથી અભવ્યને વિષે સમ્યગૂજ્ઞાનનો નિષેધ સિદ્ધ થાય છે.
૧૦ સહુચરવ્યાપક કારણુ કારણાનુપલબ્ધિનું ઉદાહરણ– “અભવ્યને વિષે સમ્યગજ્ઞાન નથી કારણકે તે અભવ્યને વિષે યથાપ્રવૃત્તાદિ કરણને વખતે થનારી લબ્ધિને અભાવ જણાય છે.” આમાં પ્રતિષેધ્ય સમ્યગૂજ્ઞાન છે ને તેનું સહુચર સમ્યગ્ગદર્શન છે. આ સમ્યગ્રદર્શનનું વ્યાપક તત્ત્વાર્થ શ્રદ્ધા છે ને તસ્વાર્થ શ્રદ્ધાનું કારણ દર્શનમેહનીયને ઉપશમ છે. વળી આ દર્શનમેહનીયના ઉપશમનું કારણ યથાપ્રવૃત્તાદિકરણ વખતે થનારી લબ્ધિ વિગેરે છે. પરંતુ આ લબ્ધિઓનો તો અભાવ હેતુ તરીકે સ્પષ્ટ અભવ્યને વિષે છે એમ સિદ્ધ થાય છે અને તે સિદ્ધ થતાં સમ્યગૂજ્ઞાનનો નિષેધ સિદ્ધ થાય છે. ૧૧ સહચરવ્યાપક કારણું વ્યાપકાનુપલબ્ધિનું ઉદાહરણ
અભવ્યને વિષે સમ્યગૂજ્ઞાન નથી કારણકે તેને વિષે દર્શનમોહેશમ સામાન્યાદિનો અભાવ છે ” આમાં પ્રતિષેધ્ય સમ્યગજ્ઞાન છે, ને તેનું સહુચર સમ્યગ્ગદર્શન છે. આ સમ્યગદર્શનનું વ્યાપક તત્ત્વાર્થશ્રદ્ધા છે; ને તત્ત્વાર્થ શ્રદ્ધા દર્શન મેહનીયના ઉપશમ દ્વારા થાય છે માટે દર્શનમેહનીયનો ઉપશમ એ કારણ છે. તેમજ આ દર્શનમેહનીયના ઉપશમમાં રહેલ ઉપશમસામાન્ય એ વ્યાપક છે. આ દર્શન ઉપશમ સામાન્યનો અભાવ અભવ્યને વિષે શાસ્ત્રોથી સ્પષ્ટ સિદ્ધ છે. માટે અભવ્યને વિષે સમ્યગૂજ્ઞાન સિદ્ધ થતું નથી."