________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
१२१
સ્વરૂપ છે. ને તે ક્રમાક્રમની અવિદ્યમાનતા—અનુપલબ્ધિ હેતુ તેરીકે હાવાથી એકાન્ત નિરન્વયને નિષેધ સિદ્ધ થાય છે.
૨ કા વ્યાપક વ્યાપકાનુપલબ્ધિનું ઉદાહરણ—કાપણુ પદા` એકાન્ત નિરન્વય નથી કારણકે તેમાં પરિણામ વિશેષને અભાવ છે” તેમાં પ્રતિષેષ્ય નિરન્વય એકાન્ત પદાર્થ છે અને તેનું કા અ'ક્રિયાલક્ષણ છે. ને તેનું વ્યાપક ક્રમાક્રમ અ ક્રિયાસ્વરૂપ છે. અને તે અર્થયિાસ્વરૂપનું વ્યાપક પરિણામ વિશેષ છે. (પરિણામ તદ્દન નિત્ય કે અનિત્ય હોતો નથી પરંતુ અવસ્થા પરિવર્તનરૂપ હાય છે.) તે તેની અવિદ્યમાનતાઅનુપલબ્ધિ હેતુતરીકે હાવાથી એકાન્ત નિરન્વયના નિષેધ સિદ્ધ થાય છે.
૩ કારણ કારણાનુપલબ્ધિનુ ઉદાહરણ—“ જેતે વિષે મિથ્યાત્વ વિગેરેને અભાવ હાય છે તેવા કાઇક આત્માને વિષે સંસાર નથી.” આમાં આત્માને વિષે સંસાર એ પ્રતિષેધ્ય છે. અને આ સંસારનું કારણ સંસારને વધારનાર કર્મી છે. આ ક મિથ્યાત્વ અવિરતિ કાય અને યાગદ્બારા બંધાય છે. તેથી મિથ્યાદિક તે કર્માનુ કારણ છે, અને આ મિથ્યાત્વાદિક કર્માંના કારણેાની અનુપખ્યિ હેતુ તેરીકે હાવાથી પરપરાએ સંસારને અભાવ કાઈપણ પ્રાણી વિષે સિદ્ધ થાય છે.
""
૪ કારણે વ્યાપકાનુપલબ્ધિનુ ઉદ્દાહરણ—રાખ વિગેરેને વિષે પ્રાણ વિગેરે નથી. કારણકે રાખ વિગેરેને વિષે જીવપણા જ અભાવ છે. આ અનુમાનમાં પ્રતિષેધ્ય પ્રાણ વિગેરે છે. તે આ પ્રાણ વિગેરેનું કારણું જીવ છે. અને આ જીવની અંદર રહેલ જીવ સામાન્ય તે વ્યાપક છે. તે આ જીવત્વને અભાવ હેતુ તેરીકે છે અને તે હેતુ રાખ વિગેરેમાં સિદ્ધ થતાં પરપરાએ જીવમાં પ્રાણ નથી એ વાત સિદ્ધ થાય છે. તેજ પ્રમાણે, “સાંખ્યમતમાં મેક્ષ નથી કારણકે જ્ઞાન દર્શન ચારિત્રને અભાવ છે.” વિગેરે ઉદાહરણા લટાવી લેવાં.
૫ કારણવ્યાપક વ્યાપિકાનુપલબ્ધિનુ ઉદાહરણ—સાંખ્યમતમાં નિર્વાણું નથી કારણકે તેમાં વિશિષ્ટ પરિણામને અભાવ જણાય છે’.