________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
११९
AAA
રચર ઉત્તરભાદ્રપદા છે. ને તે ઉત્તરભાદ્રપદાની અવિદ્યમાનતા હેતુ તરીકે લેવાથી પૂર્વચરની અવિદ્યમાનતા નક્કી થાય છે.
તેજ પ્રમાણે, “મુહૂર્ત પહેલાં ભરણી નક્ષત્ર ઉગ્યું નથી. કારણકે હાલ કૃતિકાને ઉદય જણાતું નથી” વિગેરે ઉદાહરણે પિતાની મેળે આ હેતુમાં વિચારી લેવાં. અવિરુદ્ધ સહચરાનુપલબ્ધિનું ઉદાહરણ
सहचरानुपलब्धियथा नास्त्यस्य सम्यग्ज्ञानं सम्य વિનાનુષ્ટિધે ૨૦૨ ' અર્થ આ પુરુષને સમ્યગૂજ્ઞાન નથી. કારણકે તેને વિષે સમ્યગદર્શન જણાતું નથી. આ ઉદાહરણ અવિરુદ્ધ સહચરાનુપલબ્ધિનું છે.
વિશેષાર્થ–પ્રતિષેધ્યનું અવિરુદ્ધ સહચર જેમાં હેતુ તેરીકે ન જણાતું હોય તેવા હેતુને અવિરુદ્ધ સહચરાનુપલધિ કહે છે.
આમાં પ્રતિષેધ્ય સમ્યગૂજ્ઞાન છે. તેનું અવિરુદ્ધ સહચર સમ્યગદર્શન છે. તે સમ્યગદર્શનને અભાવ પ્રથમ વિગેરે કાર્યો નહિ જેવાથી નિશ્ચિત થતાં, તેના પ્રતિષેધ્ય સાધ્યરૂપ સહચર સમ્યગૂજ્ઞાનનો અભાવ પણ નિશ્ચિત થાય છે.
“આજ પ્રમાણે, જીવમાં ૫ રસ ગબ્ધ વિગેરે નથી. કારણકે તેમાં સ્પર્શ જણાતો નથી. વિગેરે ઉદાહરણે પણ આને અનુસરતાં જાણી લેવાં. - સાધ્યની સાથેના સંગત વ્યાખ્ય, કાર્ય, કારણ વિગેરે હેતુ તરીકે હોય તો તે વિધિરૂપ સાધ્યને સિદ્ધ કરે છે. આ વાત સર્વ પ્રસિદ્ધ છે. હવે જે તે સંગત વ્યાય, કાર્ય, કારણ