________________
१२४ प्रमाणनयतत्त्वालोकालङ्कारः
આમાં પહેલા ચોથા અને આઠમા ઉદાહરણમાં વ્યાપકાનુપલબ્ધિ કરતાં કાર્ય કારણ અને સહચર એમ એક વસ્તુનું આંતરૂ છે. બીજા અને પાંચમામાં ક્રમે કાર્યવ્યાપક ને કારણવ્યાપકરૂપ બેનું અંતર છે, અને અગિઆરમામાં સહચર, વ્યાપક અને કારણ એ ત્રણનું અંતર છે.
તેજ પ્રમાણે કારણનુપલબ્ધિ કરતાં તીજા અને છઠ્ઠામાં એકનું અંતર, નવમામાં બેનું અને દસમામાં ત્રણનું અંતર છે. અને સાતમા ઉદાહરણમાં કાર્યાનુપલબ્ધિ કરતાં એક સહચરનું જ અંતર છે.
સાધ્યના સંગત અવિરુદ્ધ પદાર્થોની અવિદ્યમાનતા હેતુ તરીકે હોય તે સાધ્ય નિષેધરૂપ સિદ્ધ થાય છે. તેજપ્રમાણે સાર્થથી જે જે પદાર્થો વિરુદ્ધ હોય કે જે સાધ્યની સિદ્ધિમાં વિદ્ધભૂત હોય છે. તે આ વિનભૂત પદાર્થો ચાલ્યા જાય ત્યારે સાધ્ય હેજે સિદ્ધ થાય છે. અને આવા વિદ્ધભૂત પદાર્થોનું નહોવું તેને જ વિરુદ્ધાનુપલબ્ધિ કહે છે. વિરુદ્ધાનુપલબ્ધિના ભેદ– विरुद्धानुपलब्धिस्तु विधिपतीतौ पश्चधाः ॥ १०३ ॥
અર્થ–આ વિદ્ધાનુપલબ્ધિ વિધિરૂપ સાધ્યને સિદ્ધ કરે છે. અને તે પાંચ પ્રકારની છે.
વિશેષાર્થ–પૂર્વે જણાવેલ અવિરુદ્ધાનુપલબ્ધિ નિષેધની સિદ્ધિમાં સાક્ષાત્ સાત અને પરંપરાની અગિઆર મળી અઢાર પ્રકારે થાય છે. તેમ આ વિરુદ્ધાનુપલબ્ધિ વિધિની સિદ્ધિમાં પાંચ પ્રકારની થાય છે.