________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः - ૮ વ્યાપક કારણ વિરૂદ્ધ કારણોપલબ્ધિનું ઉદાહરણ“આને વિશિષ્ટ મિથ્યાત્વ મેહનીયનું આવરણ નથી. કારણકે તે તવાને ઉપદેશ ગ્રહણ કરતા જણાય છે.” વિશિષ્ટ મિથ્યાત્વ આવરણનું વ્યાપક મિથ્યાવરણસામાન્ય છે. આ મિથ્યાવરણસામાન્ય મિથ્યાજ્ઞાનથી થાય છે માટે મિથાજ્ઞાન એ કારણ છે. ને તે મિથ્યાજ્ઞાનથી વિરૂદ્ધ તત્વજ્ઞાન છે. આ તત્ત્વજ્ઞાનનું કારણ તત્વાર્થોપદેશગ્રહણ છે. અને તે તત્ત્વાર્થોપદેશ ગ્રહણની વિદ્યમાનતા-ઉપલબ્ધિ હેતુ તરીકે હોવાથી આ મિથ્યાવરણવિશેષનો નિષેધ સિદ્ધ થાય છે.
આરીતે વિરુદ્ધકાપલબ્ધિની પેઠે પરંપરાએ આને પણ ચાર ભેદ થાય છે. અને તે ચારે ભેદે વિરુદ્ધ કારણે પલબ્ધિમાં સમાવવામાં આવ્યા છે. આ ચાર ઉદાહરણે પૈકી પહેલું અને ત્રીજું ઉદાહરણ એકસરખું છે પરંતુ વ્યાપ્ય વ્યાપક ત્રીજા ઉદાહરણમાં જુદા પાડવામાં આવ્યા છે. જ્યારે પહેલા ઉદાહરણમાં વ્યાપ્ય વ્યાપકનો ભેદ પાડવામાં નથી આવ્યો. ચોથા ઉદાહરણમાં પણ પહેલા અને તાજા જેવુંજ. પ્રતિષેધ્ય સાધ્ય છે પરંતુ વ્યાપ્ય વ્યાપક ભાવ ઘટાવવા માટે વિશિષ્ટ ૫દ મુકવામાં આવ્યું છે. આમાં પણ દરેક ઉદાહરણમાં હેતુ તરીકે એક હેવા છતાં એક અને બે પદાર્થના આંતરાને અનુસરીને પરંપરાએ કારણો પલબ્ધિ હેતુ તરીકે પ્રતિષેધ્ય પદાર્થ ઘટાવવામાં આવ્યા છે.
૯ કારણ વિરુદ્ધ વ્યાપલબ્ધિનું ઉદાહરણ–“સર્વથા એકાન્તવાદી પુરુષને પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકપા અને આસ્તિકય વિગેરે લક્ષણ હેતા નથી. કારણકે તે એકાન્તવાદિને વિષે વિશિષ્ટ મિથ્યાદર્શન જણાય છે. આમાં પ્રતિષેધ્ય પ્રશમ વિગેરેનું કારણ સમ્યગદર્શન છે. કારણકે સમ્યગ્ગદર્શન હેય તે પ્રથમ વિગેરે ભાવ હોય છે અને તે સમ્યગદર્શનનું વિરુદ્ધ મિથ્યાદર્શન સામાન્ય છે. ને તે મિથ્યાદર્શન સામાન્યનું વ્યાપ્ય મિથ્યાદર્શન છે. ને તે વિશિષ્ટમિઠાદર્શનની હેતુ તેરીકે ઉપલબ્ધિ હોવાથી પ્રથમ વિગેરે ભાવેને નિષેધ સિદ્ધ થાય છે.