________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः १११ - ૧૦ વ્યાપક વિરુદ્ધ વ્યાપલબ્ધિનું ઉદાહરણ–“સ્વાહાદ્દમતવાળા મિયાદર્શનવાળા દેતા નથી. કારણકે સ્યાદ્વાદીને વિષે વિશિષ્ટ તત્વજ્ઞાન હેય છે.” આ અનુમાનમાં પ્રતિષેધ્ય મિથાદર્શન છે. તેનું વ્યાપક મિશ્ચાદર્શન સામાન્ય છે. અને તેનું વિરુદ્ધ તત્વજ્ઞાન સામાન્ય છે અને તે તત્વજ્ઞાનસામાન્યનું વ્યાપ્ય તત્ત્વજ્ઞાન છે. ને તે તત્ત્વજ્ઞાનની હેતુ તેરીકે વિદ્યમાનતા હોવાથી મિથ્યાદર્શનને નિષેધ સિદ્ધ થાય છે.
૧૧ કારણ વ્યાપક વિરૂદ્ધ વ્યાપલબ્ધિનું ઉદાહરણ– “આને પ્રથમ વિગેરે ભાવો નથી કારણકે તેનામાં વિશિષ્ટ મિથ્યાજ્ઞાન વિદ્યમાન છે.” આ અનુમાનમાં પ્રતિષેધ્ય પ્રશમ વિગેરે ભાવો છે. પ્રશમ વિગેરેનું કારણ વિશિષ્ટ સમત્વદર્શન છે. ને સમત્વ દર્શનનું
વ્યાપક દર્શન સામાન્ય છે. ને તેનું વિરુદ્ધ મિથ્યાજ્ઞાન સામાન્ય છે. અને મિથ્યાજ્ઞાનસામાન્યનું વ્યાપ્ય વિશિષ્ટ મિથ્યાજ્ઞાન છે. આ વિશિષ્ટ મિથ્યાજ્ઞાનની હેતુ તેરીક ઉપલબ્ધિ હોવાથી પ્રશમ વિગેરે ભાવોને નિષેધ સિદ્ધ થાય છે.
૧૨ વ્યાપક કારણ વિરુદ્ધ વ્યાપલબ્ધિનું ઉદાહરણ “આને તત્ત્વજ્ઞાન વિશેષ નથી. કારણકે તે મિથ્યાર્થોપદેશને ગ્રહણ કરતે નજરે પડે છે.” પ્રતિષેધ્ય તત્વજ્ઞાનવિશેષ, તેનું વ્યાપક તત્ત્વજ્ઞાન સામાન્ય ને તેનું કારણ તત્વાર્થોપદેશ ગ્રહણ છે. તેનું વિરૂદ્ધ મિથ્યાર્થોપદેશ ગ્રહણસામાન્ય ને તેનું વ્યાપ મિથ્યાર્થોપદેશ ગ્રહણ છે. આ વિશિષ્ટ મિથ્યાર્થોપદેશગ્રહણની ઉપલબ્ધિ અહિં હેતુ તરીકે હેવાથી તવજ્ઞાનવિશેષને નિષધ સિદ્ધ થાય છે.
આ ચારે ઉદાહરણો વિરુદ્ધ વ્યાપલબ્ધિના પેટા વિભાગ તરીકે છે. ને તે ચારે વિરુદ્ધ વ્યાયોલાવ્વમાં અંતર્ગત કરવામાં આવ્યા છે. - ૧૩ કારણ વિરૂદ્ધ સહુચરેપલબ્ધિનું ઉદાહરણ–“આને પ્રથમ વિગેરે ભાવો નથી. કારણકે મિયાજ્ઞાન છે.”આમાં પ્રથમ વિગેરે પ્રતિષેધ્ય છે તેનું કારણ સમ્યગદર્શન છે. ને આ સમ્યગદર્શનનું વિરૂદ્ધ મિથ્યાદર્શન છે અને મિથ્યાદર્શનનું સહચર મિથ્યાજ્ઞાન છે, ને તેની વિઈ: માનતા હેતુ તરીકે હોવાથી પ્રશમવિગેરેને નિષેધ સિદ્ધ થાય છે.