________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः હતું જ્યારે પરાર્થનુમાનમાં પક્ષ અને હેતુ બન્નેની આવ
શ્યક્તા રહે છે. પરાર્થઅનુમાનની પેઠે પ્રસંગનુસાર પરાર્થ પ્રત્યક્ષ –
प्रत्यक्षपरिच्छिन्नार्थाभिधायि बचनं परार्थ प्रत्यक्षं परપ્રત્યક્ષત | ૨૬ છે.
અર્થ–પ્રત્યક્ષ જ્ઞાનથી જાણેલા પદાર્થને કહેનારું વચન તે પરાર્થ પ્રત્યક્ષ છે. કારણકે આ પ્રત્યક્ષ જ્ઞાન પારકાને પ્રત્યક્ષના હેતુભૂત છે. " વિશેષાર્થ–જેમ પિતાને હૃદયગત થયેલું અનુમાન પારકાને જણાવવું હોય તે ઉપચારથી પરાર્થઅનુમાન કહેવાય છે. તેવી રીતે પિતાને થયેલ પ્રત્યક્ષજ્ઞાન પરપુરુષને શબ્દ દ્વારા જણાવવામાં આવે ત્યારે આ પ્રત્યક્ષજ્ઞાન પરાર્થ પ્રત્યક્ષ કહેવાય છે. કારણકે શબ્દદ્વારા બન્ને જગ્યાએ પારકાને જ્ઞાન કરાવવું એ મૂખ્ય કારણ છે. પરાર્થપ્રત્યક્ષનું ઉદાહરણ–
यथा पश्य पुरः स्फुरत् किरणमणिखण्डमण्डिताभरण भारिणी जिनपतिप्रतिमाम् ।। २७ ॥
અર્થ–જેમકે સામે સ્કુરાયમાન કિરણવાળા મણિએના ટુકડાથી શુશોભિત ઘરેણાથી શણગારેલી આ પ્રતિમાને તું જે.
૧૩ પરાર્થ અનુમાન અને પરાર્થપ્રત્યક્ષની પેઠે પરાર્થસ્મરણ થઈ શકે છે.