________________
६२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः
આ બધા છતાં વસ્તુના છેવટના નિર્ણયની આકાંક્ષાવાળા પુરુષને નિગમનની પણ જરૂર રહે છે.
જે પુરુષો પક્ષ, હેતુ અને દષ્ટાન્ત વિગેરે પણ સમજી શક્તા ન હોય કે શંકાશીલ હોય તેને માટે પક્ષ, હેતુ, દષ્ટાન્ત, ઉપનય ને નિગમન સબંધી શંકા દૂર કરવા કે તેનું સ્વરૂપ બતાવવા દરેકની શુદ્ધિની જરૂર રહે છે.
આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે પરાર્થ અનુમાનને વિષે એક પ્રકાર નથી. છતાં પણ ઓછામાં ઓછું પરાર્થ અનુમાન અતિ વ્યુત્પન્ન પુરુષને એક હતુવચનરૂપ અવયવવાળું છે. વ્યુત્પન્ન પુરુષને પક્ષ અને હેતુવચનરૂપ બે અવયવવાળું છે. પરંતુ વાસ્તવિક રીતે અનુમાનના અવયવને વિચાર કરીએ તે ખાસ કરીને અવયવ તરીકે આ બે પક્ષને હેતુ થન છે. બૌદ્ધો અવયવ તરીકે પક્ષપગ નથી સ્વીકારતા. તેને ખુલાસો આગળ ગ્રંથકાર કરી ગયા. અને હેતુને તે કેઈપણ નૈયાયિક અવયવ તરીકે ન સ્વીકારવાની હિંમત કરે તેમ નથી. આ રીતે પક્ષ અને હેતુકથનરૂપ બે મૂખ્ય અવયવ નિર્વિવાદ સિદ્ધ થાય છે. હવે જેઓ વધુ અવયવો માને છે તે ભલે અલ્પબુદ્ધિવાળા માણસને માટે જરૂર હોય પણ તે ખાસ અનમાનના અવયવ નથી બનતા. જેમ હાથ પગ વિગેરે શરીરના અવયવો છે તેમ શરીરપર પહેરેલાં કપડાં અવયવિને પોષક છે પરંતુ શરીરના અવયવ તરીકે કહેવાતા નથી.
૧૪બૌદ્ધો વ્યાતિહિત પક્ષધર્મના ઉપસંહાર રૂ૫ અનુમાન માને છે. १४ व्यात्युपेतं पक्षधर्मतोपसंहाररूपं सौगतैरनुमानमाम्नायि,
ષડદર્શનસમુચ્ચય બૌદ્ધદર્શન પૃ. ૧૯