________________
९२ प्रमाणनयतत्त्वालोकालङ्कार હિત જે પદાર્થ હોય તેને કારણે માનીએ તોપણ બરાબર નથી. દાખલા તરીકે અગ્નિ એ ધૂમાડાનું કારણ છે તે પ્રમાણે ધૂમાડાની સાથે રહેલ જમીન એ પણ ધૂમાડાનું કારણ બની જશે. આમાં આંતરાનું હિતેપણું તે છે પણ અન્વય ઘટી શકતે નથી માટે ધૂમાડાની પેઠે તે કારણ બની શકશે નહિ.
તેજ પ્રમાણે કાર્યકારણુભાવની આપણે જે વ્યાખ્યા કરી તે વ્યાખ્યા પ્રસ્તુત બૌદ્ધની શંકાવાળા જાગ્રત્ અવસ્થાના જ્ઞાનમાં અને ભવિષ્યમાં થનાર મરણમાં ઘટે છે કે કેમ તે વિચારવું જોઈએ. જાગ્રત્ અવસ્થાનું જ્ઞાન અને ભાવિમરણ આ બને પોતાના કાર્ય હોય તે વખતે તે હેતા નથી. તે તે સ્પષ્ટ છે. એટલે કારણ કાર્ય સાથે આંતરા રહિત હાય તેતે નિયમ ઉડી જાય છે.
હવે અમુક સમયના અંતરે રહ્યા છતાં તેમાં અન્વય ઘટી શકે છે એમ માનીએ તે જુદે જુદે વખતે રહેલા દરેક સાથે અન્વય ઘટી જાય. આ રીતે અન્વય પણ પ્રસ્તુત ઉદાહરણમાં ઘટી શકતા નથી. વ્યતિરેક સબંધને વિચાર કરશું તે તે પણ ઘટી શકતો નથી.
આરીતે કાર્ય કારણભાવનું એકે લક્ષણ અહિં ન ઘટી • શકતું હોવાથી પૂર્વચર અને ઉતરચર કારણ હેતુમાં પણ સમાશે
નહિ. પરંતુ પૂર્વચર અને ઉતરચરથી વિધિરૂપ અને નિષેધરૂપ અને સાધ્યસિદ્ધ થાય છે. માટે પૂર્વચર અને ઉતરચર જુદા હેતુ તરીકે સ્વીકારવા એ સ્પષ્ટ સિદ્ધ થાય છે. સહચરહેતુની ભિન્નતા માટે આવશ્યકતા
सहचारिणोः पस्परस्वरुपपरित्यागेन तादात्म्यामुपपत्तेः,