________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः ભિન્નકાળમાં રહેલ પદાર્થોનો પરસ્પર વ્યાપાર માનતાં અતિવ્યાસિ – न च व्यवहितयोस्तयोापारपरिकल्पनं न्याय्यमतिप्रसक्तेः
અર્થ:–જુદા જુદા સમયમાં રહેનારા તે બને પદાર્થોમાં વ્યાપાર માને તે યોગ્ય નથી. કારણકે તેમ કરીએ તે અતિવ્યાપ્તિ થઈ જાય. અતિવ્યાપ્તિનું દર્શનઃ
परम्पराव्यवहितानां परेषामपि तत्कल्पनस्य निवारयितुमशक्यत्वात् ॥ ७५॥
અર્થ–પરંપરાએ જુદા જુદા વખતે રહેલા અન્ય પદાર્થોમાં પણ વ્યાપારની માન્યતા રેકી શકાશે નહિ.
વિશેષાર્થ:–જે અમુક કાળને આંતરે રહેલા પદાર્થોમાં પણ કાર્ય કારણભાવ ઘટાવીએ તે કોઈપણ જાતને ચોક્કસ કાર્ય કારણભાવ નહિ ટકી શકે. ને પરંપરાએ જુદા જુદા વખતે રહેલા પદાર્થોમાં પણ વ્યાપાર ઘટી જશે. ઉપરક્તરીતે અતીતકાળમાં થયેલ રાવણ તે ભવિષ્યમાં થનાર ચક્રવર્તિમાં કારણ બની જશે કારણકે તેમાં પણ આ રીતે વ્યાપારની કલ્પના રેકી શકાશે નહિં. પરંતુ આરીતે તે બનતું નથી. જ્યાં આગળ આંતરૂ-વ્યવધાન ન હોય અને કાર્ય સાથે અન્વય અને વ્યતિકિને અનુસરનાર હોય તેજ શુદ્ધ કારણ છે. એટલે કારણ હોય ત્યાં કાર્ય હાય અને કાર્ય ન હોય ત્યાં કારણ ન હોય આ રીતના અન્વય વ્યતિરેક અને આંતરા રહિત કાર્યકારણભાવ ઘટી શકે છે. જે અન્વય અને વ્યતિરેક ન માનતાં કેવળ આંતરાર