________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
ડાને યથાર્થ બોધ થાય છે. આ સાધ્યની સાથે કાર્યની અવિરુદ્ધ ઉપલબ્ધિ છે.
વિશેષાર્થ–આ ઉદાહરણમાં સાધ્ય “અગ્નિ છે અને તે અગ્નિનું વાસ્તવિક કાર્ય “ધુમાડો' તે હેતુ તરીકે છે માટે ધુમાડારૂપ કાર્ય સાધ્યની સાથે વાસ્તવિક હોવાથી કાર્યની અવિરુદ્ધ ઉપલબ્ધિ નામને હેતુ છે. અને તે કારણને સાધ્ય તરીકે રાખી સિદ્ધ કરે છે. તેજ પ્રમાણે કાર્યકાર્ય વિરુદ્ધ પલબ્ધિ સમજવી. કારણુવિરુદ્ધોપલબ્ધિનું ઉદાહરણ–
भविष्यति वर्ष तथाविधवारिवाहविलोकनादिति कारणस्य 1 ૭૨ .
અર્થ–વરસાદ થશે કારણકે વરસાદ ચગ્ય વાદળાં દેખાય છે આમાં કારણ અવિરુદ્ધોપલબ્ધિ છે.
વિશેષાર્થ––આમાં “વરસાદએ સાધ્ય છે. તેવા પ્રકારના વાદળાં એ કારણ છે. વાદળાં એ વરસાદ આવવા માટેનુ સંગત કારણ છે. માટે સાધ્યરૂપ વરસાઢ અને હેતુરૂપ વરસાદ ચગ્ય વાદળાં હોવાથી આ હેતુ કારણવિરુદ્ધો:લબ્ધિ કહેવાય છે. તે જ પ્રમાણે કારણકારણવિરુદ્ધોપલબ્ધિનો પણ આમાં સમાવેશ કરી લે. પૂર્વશરાવિરુદ્ધોપલબ્ધિનું ઉદાહરણ –
उदेष्यति मुहूर्तान्ते तिष्यतारका पुनर्वसूदयदर्शनादिति પૂર્વનરશ્ય ૮૦ છે.