________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः ७९ વિશેષ–આ હેતુની ઉપલબ્ધિ-વિદ્યમાનતા વિધરૂપ સાધ્યને સિદ્ધ કરે છે તેમજ નિષેધરૂપ સાધ્યને સિદ્ધ કરે છે તેમજ હેતુની અનુપલબ્ધિ-અવિદ્યમાનતા પણ વિધિરૂપ ને નિષેધરૂપ સાધ્યને સિદ્ધ કરે છે.
હવે આ બન્ને પ્રકારના હેતુઓ વિધિ અને નિષેધને સાધનાર છે તે વિધિ નિષેધ કોને કહે? તેના કેટલા ભેદ ? આ બે પ્રશ્નો સહેજે ઉદ્દભવે માટે તેને પ્રથમ ખુલાસે કરે છે. વિધિનું નિરૂપણ... વિધિઃ સર્વરઃ પદ્ |
અર્થ–(પદાર્થ) વિદ્યમાન ધર્મ તેને વિધિ કહે છે.
વિશેષાર્થ-દરેક પદાર્થ માત્ર પોતાના સ્વરૂપથી વિદ્યમાન હોય છે તે વિધિ. અને પોતાના સિવાયના અન્ય પદાર્થના સ્વરૂપથી અવિદ્યમાન (રહિત) હોય છે તે નિષેધ આ બન્ને સ્વરૂપે દરેક પદાર્થમાં હોય છે. તેમાં પિતાના સ્વરૂપથી વિદ્યમાન હોય છે તેને વિધિ કહે છે એટલે ભાવરૂપ પદાર્થ તે વિધિ. નિષેધનું નિરૂપણ– પનિષેધોરાઃ | ૭ |
અર્થ-(વસ્તુને) અભાવરૂપ અંશ તે પ્રતિષેધ.
વિશેષ–સદસદાત્મક વસ્તુને અભાવસ્વભાવ તે : પ્રતિષેધ.
વિધિના પ્રકારે પૂર્વાચાર્યો એ નહિં કહેલા હોવાથી પ્રસ્તુત આચાર્યો કહ્યા નથી પરંતુ નિષેધના પ્રકારો પડી શકે છે. ને તેપણ વસ્તુની જુદીજુદી અવસ્થાને લઈને જ છે..