________________
८४
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
ઉપલબ્ધિના પ્રકાર– उपलब्धेरपि द्वैविध्यमविरुद्धोपलब्धिહિતોપબ્ધિI ૬૭ |
અર્થ—ઉપલબ્ધિના પણ બે ભેદ છે. એક અવિરુદ્ધપલબ્ધિ, અને બીજો વિરુદ્ધપલબ્ધિ.
વિશેષાર્થ –વિધિસાધક ઉપલબ્ધિ છે અને નિષેધ સાધક અનુપલબ્ધિ છે. આ બૌદ્ધની માન્યતા ઉપર પોતાને અભિપ્રાય પ૬ મા સૂત્રમાં જણાવતાં આચાર્યે કહ્યું કે વિધિ અને નિષેધ બનેને સાધક ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ બન્ને છે, સાથે સાથે વિધિનિષેધનું સ્વરૂપ પણ સ્પષ્ટ કર્યું.
સામાન્યરીતે કેઈપણ વિધિરૂપ સાધ્યની સિદ્ધિ હેતુની ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ બને દ્વારા થઈ શકે છે. જે હેતુ સાધ્યની સાથે વિરુદ્ધ ન હોય તે હેતુ હોય તે સાધ્યસિદ્ધ થઈ શકે છે. તેમજ જે હેતુઓ સાધ્યને સિદ્ધ કરવામાં વિદનરૂપ હોય ત ન હોય તે પણ સાધ્ય સિદ્ધ થાય છે. આ રીતે બને દ્વારા વિધિરૂપ સાધ્ય સિદ્ધ થાય છે અને તેને જ અવિરુદ્ધોપલબ્ધિ ને વિરુદ્ધનુપલબ્ધિ કહેવામાં આવે છે.
તેવીજ રીતે નિષેધરૂપ સાધ્ય સિદ્ધ કરવું હોય તે સાધ્યની સાથે જે જે વિરુદ્ધ હોય તેની વિદ્યમાનતા અને જેનાથી સાધ્યસિદ્ધ થાય તેવા અવિરુદ્ધ હેતુઓની અવિદ્યમાનતા કારણભૂત છે અને તેનેજ વિરુદ્ધોપલબ્ધિ અને અવિરુદ્ધાનુપલબ્ધિ કહેવામાં આવે છે. ૨૧ સત્રથૌ વસ્તુલાબની ન્યાયબિન્દુ પૃ. ૩૯ બીજે પરિચ્છેદ
g: પ્રતિવેહેતુ: ન્યાયબિન્દુ પૃ. ૩૮ બીજે પરિચ્છેદ