________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
હાનિ થાય તે ઉત્પન્ન થનાર પદાર્થ કાર્યને પ્રäસાભાવ કહેવાય છે.
વિશેષ–કાર્યના નાશ પછીની જે અવસ્થા તે કાર્યને પ્રäસાભાવ છે. આમાં કાર્યની પૂર્વાવસ્થા અને અભાવની ઉત્તરાવસ્થા છે. પ્રäસાભાવનું ઉદાહરણું–
यथा कपाल कदम्बकोत्पत्तौ नियमतो विपद्यमानस्य कलशस्य कपालकदम्बकम् ॥ ६२ ॥
અર્થ-જેમકે કપાળ કદઅ-ઠીકરાને સમુહ ઉત્પન્ન થતાં અવશ્ય નાશ પામનાર ઘડાને ઠીકરાને સમુહ એ પ્રäસાભાવ છે.
વિશેષાથ–ઘડો નાશ થાય ત્યારે ઠીકરાના ટુકડા ઉત્પન્ન થાય છે એટલે ઠીકરાની ઉત્પત્તિએ ઘડાને પ્રધ્વસાભાવ છે. ઇતરેતરાભાવનું સ્વરૂપ– स्वरूपान्तरात् स्वरूपव्यात्तिरितरेतराभावः ॥६३ ॥
અર્થ–બીજાના સ્વરૂપથી પિતાના સ્વરૂપનું જુદાપણું તે ઇતરેતરાભાવ.
વિશેષ–કોઈપણ પદાર્થના પોતાના સ્વરૂપમાં બીજું સ્વરૂપ ન હોવું એટલે અન્ય પદાર્થને સ્વભાવ પિતાનામાં ન હોય તેને ઈતરેતરાભાવ કહેવામાં આવે છે. આનું બીજુ નામ અપહ છે. ઇતરેતરાભાવનું ઉદાહરણ–
यथा स्तम्भस्वभावात् कुम्भस्वभावव्यावृत्तिः॥ ६४ ॥