________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः શબ્દ પરિણામી છે કારણકે તે પ્રયત્ન પૂર્વક થાય છે આ અનુમાનમાં “પરિણામી” સાધ્ય છે. અને આ સાધ્યની સાથે અવિરુદ્ધ વ્યાપ્ય પ્રયન્તાન્તરીયક–પ્રયત્નપૂર્વક તે હેતુ તરીકે યોજાયેલ છે. તેથી આ અનુમાનને અવિરૂદ્ધવ્યાપલબ્ધિ કહે છે. આ છએ પ્રકારની અવિરૂદ્ધપલબ્ધિ સાધ્યની વિદ્યમાનતાને સાધનારી છે.
વિધિને સાધનાર અવિરૂદ્ધોપલબ્ધિ અને વિરૂદ્ધાનુપલબ્ધિના મૂખ્ય અનુક્રમે છે અને પાંચ પેટા ભેદે છે. અને એ કુળ અગિઆર ભેદે વિધિને સાધનાર છે. એમ જૈન દર્શનકાર માને છે.
હવે આ વિષયમાં બૌદ્ધો વિધિને સાધનાર સ્વભાવ અને કાર્ય હેતુ એ બેજ છે. તેથી કોઈપણ જાતના વધારે હેતુએની વિધિને સાધવામાં આવશ્યકતા રહેતી નથી તેમ માને છે. આ રીતે આપણે માન્યતા મુજબના કારણ, પૂર્વચર, ઉત્તરચર ને સહચર એ ચાર અવિરૂદ્ધપલબ્ધિના પેટા ભેદ બૌદ્ધો વિધિને સાધવામાં આવશ્યક નથી માનતા.
બૌદ્ધો કારણહેતુ ન માનવામાં ખુલાસો કરતાં જ ણાવે છે કે કારણહેતુ માટે એ કાંઈ ખાસ નિયમ નથી કે કારણ જ્યાં હોય ત્યાં જરૂર કાર્ય હોવું જ જોઈએ. જેમકે, ધૂમાડાવિનાના ધગધગતા અંગારામાંથી આપણને ધૂમાડાને બધ થતું નથી આમાં અગ્નિરૂપ કારણ હોય છતાં ધૂમડારૂપ કાર્યને ઉત્પન્ન કરતું નથી એટલે આ કારણહેતુ સાધ્યને સિદ્ધ કરવામાં સંપૂર્ણ સમર્થ થતો નથી. કદાચ આ સંબંધી એવી દલીલ કરવામાં આવે કે સંપૂર્ણ સામર્થ્યવાળું અને ઉગ્ર સામગ્રીવાળું