________________
-
-
-
-
-
---
-
----
प्रमाणनयतस्यालोकालङ्कारः ૭૭ નિગમનનું સ્વરૂપ.
साध्यधर्मस्य पुननिंगमनम् ॥५१॥
અર્થ–પક્ષને વિષે સાધ્ય ધર્મનું ફરી કંથન કરવું તે નિગમન. નિગમનનું ઉદાહરણ
यथा तस्मादग्निरत्र ॥५२॥
અર્થ–જેમકે તેથી અહિં અગ્નિ છે.
વિશેષ–પ્રતિજ્ઞાના જેવું ફરરૂપ કહેવામાં આવે છે તેને નિગમન કહે છે. પક્ષવચન વિગેરેની પૂર્વાચાર્યોની કરેલી સંજ્ઞા एते पक्षप्रयोगादयः पश्चाप्यवयवसंज्ञया कीर्त्यन्ते ॥५३॥
અર્થ–પૂર્વોક્ત પક્ષપ્રગવિગેરે પાચેને અવયવ સંજ્ઞા કહેવામાં આવે છે.
વિશેષાર્થ–મન્દબુદ્ધિવાળાને પરાર્થ અનુમાનમાં પાંચે અવયની જરૂરિયાત હોય છે માટે પચે અવયવો જેન શૈલી પ્રમાણે કેવી જાતના છે તેનું પ્રતિપાદન કર્યું.
આ રીતે સ્વાર્થનુમાન અને પરાર્થનુમાન કોને કહે. અને તેના કેટલા અવયવો હોય તે પ્રતિપાદન કર્યું.
કોઈપણ સારામાં સારા અતિવ્યુત્પન્ન પુરુષને ગમેતે સાધ્ય સિદ્ધકરતા પહેલાં હેતુની પ્રથમ જરૂર રહે છે. અને તે હેતુ સાધ્યની સાથે જુદા જુદા સંબંધે દ્વારા સાધ્યને સિદ્ધ કરતે હેવાથી તેના જુદા જુદા ભેદો પડે છે. છતાં જે કે તેના દરેકે દરેક જુદા ભેદમાં નક્કી “સાધ્યથી જુદા ન રહેવું” તે લક્ષણ તે હેયજ છે.