________________
७६ प्रमाणनयतत्त्वालोकालङ्कारः વેધમ્મષ્ટાન્તનું સ્વરૂપ અને ઉદાહરણ
यत्र तु साध्याभावे साधनस्यावश्यमभावः प्रदश्यते स વૈધદાત્તર | ૪૭ |
यथाग्न्यभावे न भवत्येव धूमो, यथा जलाशयः॥४८॥
અર્થ-જ્યાં આગળ સાધ્યના અભાવથી સાધનને અવશ્ય અભાવ દેખાડવામાં આવે છે તેને વૈધમ્ય દૃષ્ટાન્ત કહે છે. ૪૭
જેમકે અગ્નિને અભાવ હોય તે ધૂમાડે નજ થાય જેમ સરેવર. ૪૮
વિશેષ–જેમાં અન્વય વ્યાપ્તિ ઘટતી હોય તે સામ્ય દષ્ટાન્ત અને વ્યતિરેક વ્યાપ્તિ ઘટતી હોય તે વૈધર્મેદષ્ટાન્ત. આમાં અગ્નિ રૂપ સાધ્યના અભાવે ઘૂમરૂપ સાધનનો અભાવ સરેવરમાં દેખાય છે માટે સરેવર એ વૈધમ્ય દષ્ટાન્ત છે. ઉપનયનું સ્વરૂપ અને ઉદાહરણ–
हेतोः साध्यधर्मिण्युपसंहरणमुपनयः ॥४९॥ यथा धुमश्चात्र प्रदेशे ॥५०॥
અર્થ –હેતુનું સાધ્યધર્મને વિષે પ્રતિપાદન કરવું તેને ઉપનય કહે છે. ૪૯
જેમકે આ ધૂમાડો છે. ૫૦
વિશેષ–પર્વત અગ્નિવાળે છે. ધૂમાડે હેવાથી, જ્યાં ધૂમાડે હોય ત્યાં અગ્નિ હોય જેમકે, રસોડું અહિં ધૂમાડે છે. અહિં એટલે પક્ષ રૂપ ધમમાં ધૂમાડે રૂપ હેતુ છે. તે પ્રતિપાદન કરવામાં આવ્યું છે માટે તે ઉપનય છે.