________________
७४
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
ષ્ટાન્તવચન જેને ઉદાહરણ કહેવામાં આવે છે. કે જે ઉદાહરણમાં સાધ્ય અને સાધન સમાયેલાં દેખાડવામાં આવે છે.
હેતુનું ફરી પક્ષમાં ઉચ્ચારણ કરવું તે ઉપનય છે. પ્રતિજ્ઞાનું ફરી ઉચ્ચારણ કરી સિદ્ધ કરવું તે નિગમન છે.
પક્ષકોને કહેને પક્ષ કે જોઈએ તે પ્રમાણેના શંકાશીલ માણસને ખુલાસો કરે તેને પક્ષશુદ્ધિ કહે છે. તે જ પ્રમાણે પાંચે અવયના આભાસથી રહિત અને શુદ્ધ લક્ષણવાળાં દરેક અવયવ છે તે બાબત તેને અનુસરતા ખુલાસો કરી તેને સિદ્ધ કરવું તે પાંચે શુદ્ધિઓ છે.
જેમકે આ પર્વત અગ્નિવાળો તેિ પ્રતિજ્ઞા કારણકે અહિં ધૂમાડે છે તે હેતું] જ્યાં જ્યાં ધૂમાડે હોય ત્યાં અગ્નિ હોય જેમ કે રસોડામાં [એ વ્યાપ્તિ સહિત સાધમ્ય દષ્ટાન્ત છે ]
જ્યાં જ્યાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં ધૂમાડે ન હોય જેમ કે તળાવ (આ વૈધયે દષ્ટાન્ત, પર્વતમાં ધૂમાડે છે, તે ઉપનય તેથી આ પર્વત અગ્નિવાળે છે આ નિગમન.] આ રીતે પાંચે અવયવવાળું અનુમાન પણ શુદ્ધ છે. દૃષ્ટાન્નનું લક્ષણ
प्रतिबन्धप्रतिपत्तेरास्पदं दृष्टान्तः ॥ ४३ ॥
અર્થ—વ્યાપ્તિનું સ્મરણ સ્થાન તે દષ્ટાન્ત.
વિશેષાર્થ–સાધ્ય અને સાધનના સબંધરૂપ વિષયવાળી વ્યક્તિ દષ્ટાન્ત જેવાથી સ્મરણમાં આવે છે. દષ્ટાન્તના પ્રકાર–
स द्वेधा, साधर्म्यतो वैधयंतश्च ॥ ४४ ॥