________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः પક્ષપ્રગની આવશ્યકતા –
साध्यस्य प्रतिनियतधर्मिसबन्धितापसिद्धये हेतोरुपसंहारवचनवत्पक्षप्रयोगोप्यवश्यमाश्रयितव्यः ॥२४॥
અર્થ–સાધ્યના ચક્કસ ધમી સાથે સબંધ સિદ્ધ કરવાને જેમ હેતુના ઉપસંહારવાળા વચનને પ્રગ કરવામાં અાવે છે તેવી જ રીતે પક્ષનો પ્રયોગ પણ અવશ્ય કરવો જોઈએ.
વિશેષાર્થ–હવે પરાર્થ અનુમાનમાં પક્ષ હેતુની ભૂખ્યતા છે પરંતુ દષ્ટાન્ત ઉપનય ને નિગમનની ખાસ જરૂર નથી. તે વિષય તો આગળ સૂત્રો દ્વારા વિસ્તૃતપણે ગ્રંથકાર પિતેજ ચર્ચશે. પરંતુ અહિં તે પ્રસ્તુત એટલું જ છે કે પક્ષ અને હેતુકથન અવયવ તરીકે કઈ રીતે છે તેમજ પક્ષ અને હેતુકથન વિના બોધ અશક્ય કઈ રીતે બને છે તેજ જણાવવાનું છે.
બૌદ્ધ વ્યાપ્તિસહિત પક્ષધર્મના ઉપસંહારરૂપ અનુમાન માને છે “જ્યાં જ્યાં ધુમાડે હેય ત્યાં ત્યાં અગ્નિ હાય” આ વ્યાપ્તિમાં ધુમાડે કેઈ નિયત સ્થળે નથી. હવે આ ધૂમાડે અમુક નિયત સ્થળે છે તે જણાવવા માટે “ધૂમાડો અહિં છે.” તે રૂપ ઉપસંહારવચન બૌદ્ધો સ્વીકારે છે. પ્રસ્તુત અનુમાનમાં જ્યારે તેઓ નિશ્ચિતપક્ષમાં સાધન નક્કી થાય તેટલા માટે ઉપનય સ્વીકારે છે. તે પ્રમાણે તેઓએ નિશ્ચિત પક્ષમાં સાધ્ય નક્કી કરવા માટે પક્ષની જરૂરિઆત માનવી જોઈએ. આરીતે પક્ષ ગમ્ય હેય છતાં પણ તેના પ્રયોગની આવશ્યક્તા રહે છે. કારણકે ઉપસંહારની પેઠેનિયતમી તે સિવાય ઘટી શકતો નથી.