________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः વર્ષ નથી માટે કલ્પનાદ્વારા પણ કઈને કઈ સર્વજ્ઞ હોવો જોઈએ એ સિદ્ધ થાય છે.
પ્રત્યક્ષ વિગેરે કેઈપણ પ્રમાણદ્વારા જેનો નિશ્ચય થતો હોય તે ધમી પ્રમાણ પ્રસિદ્ધ કહેવાય છે. જેમકે, આ પર્વતનું શિખર અગ્નિવાળું છે. આમાં પર્વતનું શિખર પ્રત્યક્ષ પ્રમાણથી પ્રસિદ્ધ ધમ–પક્ષ છે અને સાધ્ય અગ્નિવાળું છે.
જે પદાર્થનો કાંઈક અંશ પ્રમાણથી સિદ્ધ હોય અને કાંઈક અંશ અનિશ્ચિત હોય તે ધમીને પ્રમાણુવિકલ્પ પ્રસિદ્ધ કહેવામાં આવે છે. જેમકે, શબ્દ પરિણામ ધર્મયુક્ત છે. આ ઉદાહરણમાં ધમી તરીકે શબ્દ ઉભય પ્રસિદ્ધ છે. કારણકે વર્તમાનકાળમાં વર્તમાન શબ્દ પરિણતિયુક્ત પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. પરંતુ ભૂત અને ભવિષ્ય શબ્દનું સ્વરૂપ પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધનથી. પરંતુ ક૯પના-વિકલ્પ માત્રથી સિદ્ધ છે. આ રીતે ત્રણે કાળને પારિણતિમાન શબ્દ પ્રમાણ અને વિકલ્પથી પ્રસિદ્ધ છે. કારણકે અહિં કેઈ નિશ્ચિત શબ્દ પક્ષ તરીકે નથી પરંતુ ત્રણેકાળમાં રહેનાર સર્વ શબ્દ પક્ષ તરીકે છે. અને તેમ હોવાથી વર્તમાનશબ્દ પ્રત્યક્ષ પ્રમાણુથા સિદ્ધ છે, અને ભૂત ને ભવિષ્ય શબ્દનું સ્વરૂપ વિકલ્પમાત્રથી સિદ્ધ છે. પરાર્થ અનુમાનનું નિરૂપણ पक्षहेतुवचनात्मकं १'परार्थमनुमानमुपचारात् ॥ २३॥
અર્થ–ઉપચારથી પક્ષ અને હેતુવચનસ્વરૂપ પરાર્થનુમાન છે.
૧૧ ચોરસાધનામધાન : પરમ પ્રમાણમીમાંસા ૨–૧–૧.