________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
www
તેમજ આ પર્વતનું શિખર અગ્નિવાળું છે. તથા શબ્દ પરિણામ ધર્મ યુક્ત છે.
વિશેષાર્થ–આ ચાલુ અનુમાન પ્રમાણને વિચાર કરતાં હેતુ અને સાધ્યનું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યા પછી હવે પક્ષનું સ્વરૂપ બતાવે છે. ગ્રંથકાર ગ્રંથની વૃત્તિમાં દેશવિશિષ્ટ ધમીના જુદે જુદે પ્રકારે સોળ ભેદ પાડયા છે. ને વિસ્તૃત વિવેચન કર્યું છે.
પદાર્થની વ્યાપ્તિ જ્ઞાન વખતે સાધ્ય તરીકે ધર્મ હોય છે અને અનુમાન જ્ઞાન વખતે વ્યાતિજ્ઞાનના સાધ્ય ધર્મને આધાર ધમી સાધ્ય તરીકે હોય છે. એટલા માટે અનુમાન જ્ઞાનમાં સાધ્યના બે ભાગ પડે છે એક ધર્મ ને બીજે ધમી. –પરંતુ અનુમાનમાં જે ધમી સાધ્ય હોય છે તે ધર્મયુક્ત ધમી હોય છે. કેવળ ધમી કે કેવળ ધર્મ સ્વતંત્ર સાધ્ય નથી હતા. એ બેમાં ધમી પ્રસિદ્ધ હોવો જોઈએ. કારણકે ધમીને પ્રસિદ્ધ ન માનીએ તે ધર્મની સિદ્ધિ કઈ જગ્યાએ કરવામાં
આવે?
હવે આ ધમની પ્રસિદ્ધિ કે એક પ્રકારે થતી નથી પરંતુ વિકલ્પ, પ્રમાણ અને પ્રમાણુવિકલ્પ એ ત્રણ પ્રકારે થાય છે. જે ધમીમાં અસ્તિત્વ અથવા નાસ્તિત્વ સાધ્ય તેરીકે હોય તે વિકલ્પ પ્રસિદ્ધ ધમી કહેવાય છે. આ પદાર્થધમી પ્રમાણને વિષય છે કે અપ્રમાણને વિષય છે એ બેમાંથી કેઈપણ નિર્ણય ન હોય પરંતુ સાધ્યની સિદ્ધિના માટે જ માત્ર કલ્પવામાં આવે તેને વિકલ્પ પ્રસિદ્ધ ધમી કહે છે. દાખલા તરીકે સમસ્ત વસ્તુને જાણનાર સર્વજ્ઞ છે. આમાં સમસ્ત વસ્તુને જાણનાર એ પક્ષ છે અને છે રૂપ અસ્તિત્વ સાધ્ય છે. કારણકે પક્ષને બાધક પ્રમાણ નિયમથી