________________
५६ प्रमाणनयतत्त्वालोकालङ्कारः
વિશેષ–માત્ર હેતુને જોવાથી હૃદયગત જે બોધ થાય છે તે સ્વાર્થનુમાન છે. અને તે બાધ પરને જાણવવામાં જે શબ્દપ્રયોગ કરવામાં આવે છે તે પરાથનુમાન છે.
આ પરાથનુમાન અત્યંત બુદ્ધિશાળીને થવા માટે કેવળ એક હેતુનીજ અપેક્ષા રાખે છે. કારણકે તેને અહિ ધુમાડે છે એકહેવાથી સંપૂર્ણ ભાન થઈ જાય છે. પરંતુ ઘણુ કરીને કેવળ એક હેતુ દ્વારાજ પરાર્થોનુમાનને બેધ કરનારા ઘણા ઓછા હોય છે. માટે ગ્રંથકારે બે અવયવને સ્વીકાર કર્યો છે. કારણકે સામાન્ય બુદ્ધિવાળાને પક્ષ અને હેતુ બને જાણવા પડે છે. અને મન્દબુદ્વિવાળાને તે પક્ષ, હેતુ, દષ્ટાન્ત, ઉપનય અને નિગમન એ પાંચે અવયવો તેમજ તેની સમજુતિની જરૂર રહે છે.
વાસ્તવિકરીતે સ્વાર્થનુમાનજ છે. કારણકે આ બધા વચનથી પણ હદયગત્ બોધ જ થાય છે. પક્ષ હેતુ વચન તે જડ છે અને જડ જ્ઞાનરૂપ ન હોવાથી પ્રમાણ ન થઈ શકે. પરંતુ પક્ષ અને હેતુકથન વસ્તુનો બોધ થવામાં કારણરૂપ હોવાથી પક્ષ અને હેતુના કથનને પણ અનુમાન માન્યું છે. તેથી કારણમાં કાર્યને ઉપચાર ઘટાવવાથી અને તે જ્ઞાન પારકાને નીમિત્તે છે માટે પરાથનુમાન માનવામાં આવે છે.
અથવા બીજી રીતે વિચારીએ તે હદયમાં થયેલો બધ તે કારણે છે. અને તેને શબ્દરૂપે પારકાને જણાવવું તે પરાર્થ કાર્ય છે. આમાં કારણને બોધ હદયગતજ થાય છે. અને કાર્યરૂપ પક્ષ અને હેતુકથન છે. આથી કારણને કાર્યમાં ઉપચાર કરવાથી પરાર્થ અનુમાન માનવામાં આવ્યું છે. કેટલાક દર્શનકારોએ પરાર્થ અનુમાન ન માનતાં સ્વાર્થમાંજ અંતર્ગત કરી લીધું છે.