________________
२४
प्रमाणनयतत्त्वलोकालङ्कारः
જુદા પ્રકારનું હોય. પરંતુ અનુમાન, પ્રત્યભિજ્ઞાન વિગેરે દરેકમાં પક્ષ લક્ષણ સમાયેલું હોવાથી તેના જુદા ભેદે પાડવામાં નથી આવ્યા. પરંતુ પક્ષ પ્રમાણમાં જ સમાવવામાં આવ્યા છે. પ્રત્યક્ષ પ્રમાણુનું લક્ષણ
સ્પષ્ટ પ્રત્યક્ષમ || ૨ | અર્થ સ્પષ્ટજ્ઞાન તે પ્રત્યક્ષ. આ લક્ષણ અર્થ છે.
વિશેષાર્થ–પક્ષ પ્રમાણમાં થતે બેધ બીજાની અપેક્ષા રાખે છે માટે અસ્પષ્ટ છે. જ્યારે પ્રત્યક્ષ પ્રમાણની નિર્મલતા આપણે કેઈપણ અપેક્ષા વિના સ્પષ્ટ અનુભવીએ છીએ. માટે તે સ્પષ્ટ છે. - કઈ પણ બાળકને તેના પિતા શબ્દો દ્વારા અગ્નિનું ભાન કરાવે ત્યારે તેને અગ્નિની અમુક જાંખી થાય છે. ત્યારબાદ તેને બીજો પુરુષ ધુમાડો નીકળતો હોય તેવું સ્થાન બતાવે ત્યારે તેને અગ્નિનું વિશિષ્ટ ભાન થાય છે. અને છેવટે કઈ તીજે અગ્નિ સાક્ષાત્ લાવી તેની આગળ રજુ કરે ત્યારે તેને વિશેષ ભાન થાય છે. આ ત્રણે જ્ઞાનમાં છેલ્લું જ્ઞાન તેને સ્પષ્ટ અગ્નિને બેધ કરાવે છે. આ છેલ્લા બેધથી થયેલું જ્ઞાન તેને તે તે વસ્તુમાં સ્પષ્ટ દેરે છે. સ્પષ્ટત્વ નિરૂપણ– अनुमानाधाधिक्येन विशेषप्रकाशनं स्पष्टत्वम् ॥ ३ ॥
અર્થ—અનુમાન વિગેરે પ્રમાણેથી અધિકતા એ વિશેષ છે તે સ્પષ્ટત્વ.