________________
प्रमाणनयतत्वलोकालङ्कारः
२९
વગ્રહ ઇહોર તરીકે અમાણ નથી અને આવ્યું
નિબન્ધન જ્ઞાન અને દરેક અવગ્રહ ઈહા અપાય અને ધારણું એ ચાર ભેદથી ચાર ચાર પ્રકારનું છે. ' વિશેષાર્થ –આ ઈદ્રિય અને મનથી થતું વ્યવહાર રોગ્ય જ્ઞાન વારંવાર પરિચિત હોવાથી ભેદ નથી લાગતું, છતાં છેલ્લામાં છેલ્લું વ્યવહાર એગ્ય જ્ઞાન થાય ત્યાં સુધી તેમાં છ પ્રકારના સ્વરૂપે થાય છે. અને તેનેજ દર્શન અવગ્રહ સંશય ઈહા અપાય અને ધારણ કહેવામાં આવે છે. છતાં દર્શન અને સંશય જ્ઞાનની કટિમાં સમાતું નહોવાથી તેને છોડી અવગ્રહ ઈહા અપાય અને ધારણું એ ચાર ભેદેનેજ વ્યવહાર
ગ્ય જ્ઞાનના પેટા ભેદ તરીકે પાડવામાં આવ્યા છે પરંતુ દર્શન નિશ્ચયાત્મક ન હોવાથી જ્ઞાન–પ્રમાણુ નથી અને સંશય સમાપ હોવાથી પ્રમાણ નથી. એ પ્રમાણે સ્વીકાવામાં આવ્યું છે. હવે પ્રથમ અવગ્રહનું સ્વરૂપ કહે છે.
અવગ્રહનું લક્ષણ विषयविषयिसनिपातान्तरसमुदभूतसत्तामात्रगोचरदर्शनाज्जातमाधमवान्तरसामान्याकारविशिष्टवस्तुग्रहणमवग्रहः ॥७॥
અર્થ –(સામાન્ય અને વિશેષાત્મક) પદાર્થ અને ચક્ષુ વિગેરે વિષયીને બ્રાન્તિને ઉત્પન્ન ન કરે તેવી રીતે અનુકુલ સબંધ ( ગ્ય દેશમાં રહેવું) થયા પછી તરતજ ઉત્પન્ન થનાર, સત્તા માત્રને વિષય કરનાર દર્શનથી-નિરાકાર બોધથી, ઉત્પન્ન પહેલુ અવાન્તર સામાન્યયુક્ત વસ્તુનું જ્ઞાન તે અવગ્રહ.