________________
प्रमाणनायतत्त्वालोकालङ्कारः અર્થ–પણ તે હેતુ ત્રણ લક્ષણ વિગેરે રૂપ નથી.
વિશેષાર્થ-બૌદ્ધ પક્ષધર્મત્વ, સપક્ષસત્વ, વિપક્ષાસત્વ રૂપ ત્રણ લક્ષણવાળો હેતુ માને છે.
તૈયાયિકા–પક્ષધર્મત્વ, સપક્ષસત્વ, વિપક્ષાસત્વ, અબાધિતવિષયત્વ, અસત્મતિપક્ષત્વ, રૂ૫ પાંચ લક્ષણવાળો માને છે.
પક્ષધર્મત્વ—જેમાં સાધ્ય રહે તેને પક્ષ કહે છે અને તે પક્ષમાં ધર્મરૂપ–હેતુનું હોવું તે પક્ષધર્મરત્વ. જેમકે આ અગ્નિવાળે પર્વત છે કારણકે ધુમાડે જણાય છે જેમકે રસોડામાં આ અનુમાનમાં ધુમાડે હેતુ છે અને પર્વત પક્ષ છે. તે પર્વતરૂપ પક્ષમાં હેતુરૂપ ધુમાડે છે માટે પક્ષધર્મ ત્વ.
સપક્ષસત્વ–આમાં રસોડું સપક્ષ છે તેમાં ધુમાડાનું હોવું તે સપક્ષધર્મત્વ સપક્ષ એટલે ઉદાહરણ તેમાં હેતુનું હેવું તે સપક્ષધર્મ7.
વિપક્ષાસત્વ–સાધધર્મ રહિત તે વિપક્ષ. અને તે વિપક્ષમાં હેતુનું ન હોવું તે વિપક્ષાસત્વ. જેમકે સરોવર એ વિપક્ષ છે. તેમાં ધૂમાડો હેતુ નથી માટે વિપક્ષાસત્વ છે.
અબાધિત વિષયત્વ–પ્રત્યક્ષ કે આગમથી જે વિષય બાધ ન પામે તે અબાધિત વિષયત્વ છે. જેમકે અગ્નિ ઠંડ છે, દ્રવ્ય હોવાથી આમાં પ્રત્યક્ષથીજ અગ્નિ ઉને છે માટે તે પ્રત્યક્ષ વિષય બાધ છે. દારૂ બ્રાહ્મણેએ પીવો જોઈએ કારણકે પીંગળેલો પદાર્થ છે. આમાં આગમ વિષય બાધ છે.