________________
३.६
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
નાર ન હેાવાથી વિકલ કહેવાય છે. આ વિકળ અને સકળ એ બન્ને ભેદો વિષયના ભેદની અપેક્ષાએ છે પરંતુ વિકલમાં જે જે વસ્તુના પ્રતિબાધ થાય છે તે તે નિયત રૂપે
જ થાય છે.
અવધિજ્ઞાનનું લક્ષણ
अवधिज्ञानावरणविलयविशेषसमुद्भवं भवगुणप्रत्ययं रूपि
દ્રવ્યોષરમવધિજ્ઞાનમ્ ॥૨૨॥
અર્થ-અવધિજ્ઞાનાવરણના ક્ષયાપશમથી ઉત્પન્ન થનારૂ તથા ભવ અને ગુણુના કારણવાળુ ને રૂપીદ્રવ્યને વિષય કરનારૂ તે અવધિજ્ઞાન.
જ્ઞાન
વિશેષ—દેવ નારકીઓને અવધિજ્ઞાન દેવ અને નરકમાં ઉત્પન્ન થવા માત્રથી થાય છે માટે તે ભવપ્રત્યયિક. સમ્યગદન વિગેરે ગુણુ દ્વારા મનુષ્ય તિર્યંચને જે જ્ઞાન થાય તે ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન ને તે મનુષ્ય અને તિર્યંચને થાય છે. જગતમાં પ્રમેય પદાર્થો એ પ્રકારના છે એકરૂપી અને બીજા અરૂપી. અવિધજ્ઞાન રૂપીને વિષય કરનારૂં છે અને તે રૂપી દ્રવ્યેા પૃથ્વી, અપ, તેઉ, વાયુ, છાયા, અંધકાર વિગેરે છે. જોકે દેવ નારકીને પણ જન્મની સાથે અવધિજ્ઞાનાવરણના ક્ષયાપશમની આવશ્યકતા પણ જરૂરી છે. છતાં તે ક્ષયાપશમ તેમને જન્મતાંજ હાય છે. માટે તેને ભવપ્રત્યયિક કહેવાય છે. આ વિકળ પ્રત્યક્ષ છે.
મન:પર્યાયનું લક્ષણ—
संयमविशुद्धिनिबन्धनाद्विशिष्टावरणविच्छेदाज्जातं मनोद्रव्यपर्यायालम्बनं मनःपर्यायज्ञानम् ॥ २२ ॥