________________
प्रमाणनयतत्वलोकालङ्कारः પારમાર્થિક–ઇંદ્રિય કે મનની અપેક્ષા વિના આ ત્માની સાનિધ્યથી જે જ્ઞાન થાય તે પારમાર્થિક. સાંવ્યવહારિકના ભેદ– तत्राधं द्विविधमिन्द्रियनिबन्धनमनिन्द्रियनिबन्धनं च ॥५॥
અર્થ–તેમાં પહેલું સાંવ્યવહારિક જ્ઞાન તે બે પ્રકારનું છે. એક ઈદ્રિયથી ઉત્પન્ન થનારું ને બીજુ અનિયિથી (મનથી) ઉત્પન્ન થનારું છે.
૪. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય એ પાંચ ઈદિયે છે અને તે અનુક્રમે સ્પર્શ રસ ગબ્ધ રૂપ અને શબ્દને ગ્રહણ કરનાર છે. આ ઈન્દ્રિય દ્રવ્ય અને ભાવ એમ બે ભેદે છે.
બેન્દ્રિય નામ કર્મના ઉદયના નિમિત્તવાળી છે. અને ભાવેન્દ્રિય જ્ઞાનાવરણ દર્શનાવરણને વર્યાન્તરાયના ક્ષયોપશમની અપેક્ષાવાળી છે. • માત્ર સ્પર્શેન્દ્રિય પૃથ્વી વનસ્પતિ વિગેરેને હોય છે. સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય કૃમિ શંખ છીપ વિગેરેને હોય છે. સ્પર્શન રસન અને ઘાણ. કીડી કથુઆ વગેરેને હેય છે. સ્પર્શન રસન ઘાણ ચક્ષુ અને શ્રોત્ર ભમ્રર માંખી વીંછી વિગેરેને હોય છે. અને પાંચે ઈન્દ્રિયો મનુષ્ય તિર્યંચ દેવ નારક વિગેરેને હોય છે.
દ્રવ્યેન્દ્રિય અને ભાવૅન્દ્રિય તે દરેકના બે બે ભેદ છે. નિવૃત્તિ અને ઉપકરણ એ દ્રવ્યેન્દ્રિયના ભેદ છે. લબ્ધિ અને ઉપયોગ એ ભાવૅન્દ્રિયના ભેદ છે. નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય એને કહેવામાં આવે છે કે જે પાંચે ઇન્દ્રિયની બહારના આકાર અને મસુરની દાળ કદમ્બના પુષ્પ છે અંદરના આકાર વિગેરે છે, ને તે બન્ને પુડ્ઝળરૂપે જ છે. અને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય તે શક્તિરૂપે છે. જ્ઞાનાવરણ કર્મના ક્ષપશદ્વારા જે આત્મામાં શકિત ઉત્પન્ન થાય છે તેને લબ્ધિ ભાન્દ્રિય કહે છે.