________________
प्रमाणनयतत्वलोकालङ्कारः પૂજાય છે કે જે ગુણે મંગળ કરનાર વ્યક્તિ તેને સંપૂર્ણ પણે ઈચ્છક હોય.
તેવીજ રીતે જે ગ્રંથકારને તીર્થકરનું મંગળ કરવામાં કાંઈપણ કારણ હોય તે ચાર અતિશયરૂપગુણો પ્રભુમાં રહેલ છે તેજ છે. અને એ અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, વાનશ્યાતિશય ને પૂજાતિશય છે.
૧ રાગદ્વેષને જીતનાર ( પવિતા) આ પદથી અપાયાપમાતિશય.
૨ વિશ્વવસ્તુને જાણનાર (શાતા વિશ્વવસ્તુનઃ) આ પદથી પ્રભુમાં રહેલ જ્ઞાનાતિશય જણવ્યું.
૩ ઇંદ્રને પૂજ્ય ( રાજ ) આ પદથી પૂજાતિશય જણાવ્યું.
૪ વાણના નિયામક (નિવામાં ) આ પદથી પ્રભુને વાણ્યાતિશય જણ.
ઉપકારી સ્મરણ—કેઈપણું સારી યા ખોટી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થનાર પુરુષ આગળ તે તે પ્રવૃત્તિને અનુસરતો એક ઉપકારીવર્ગ અને બીજે અપકારી વર્ગ રજુ થાય છે. તીર્થકર અને ગણધરથી માંડી પોતાના ગુરુ પર્યતને તમામ વર્ગ ગ્રંથકારને ઉપકારી વર્ગ છે. કે જે વગે ગ્રંથકારને પરંપરાથી ઉત્તમ જાતના ગ્રંથગ્ય વિચાર પોષવામાં મદદ કરી છે. અને તે દરેક વર્ગમાં પૂર્વે કહેલા ચાર અતિશયો અપેક્ષાએ એકદેશથી જરૂર રહ્યા છે. કારણ કે તેઓ પણ રાગદ્વેષના જીતનાર, જ્ઞાની, ઈદ્રને પૂજ્ય અને વાણીના નિયામક અંશત: જરૂર છે.