________________
प्रमाणनयतत्वलोकालङ्कारः કે સમાપનું નિમિત્ત “યથાર્થ ભાન ન થવું તે અહિં છે માટે ઉપચારથી સમારોપ છે.
આ સંશય વિપર્યય અને અધ્યવસાય ત્રણે જ્ઞાન નથી, કારણ કે તેમનામાં સ્વપરને નિશ્ચય નથી તેથી આમાં જ્ઞાનનું સ્વરૂપ બરાબર ઘટી શકતું નથી માટે પ્રમાણ ન થઈ શકે.
તે પ્રકારની વસ્તુ ન હોય તેમાં તેવા પ્રકારનું ભાન તેને સમારેપ કહે છે આ લક્ષણ વિપર્યયમાં તે જરૂર છે. અને તે સ્પષ્ટ જણાય છે. જ્યારે સંશયમાં પણ પુરૂષ વિગેરે પદાર્થો જે વાસ્તવિક છે તેની અંદર તેથી વિપરીત અનેક અનિશ્ચિત કેટીઓનું ભાન કરવામાં આવે છે. એટલા માટે તેમાં પણ સમાપ લક્ષણ તો જરૂર રહેલ છે. આજ પ્રમાણે અનધ્યવસાયમાં પણ વસ્તુને યથાર્થ બંધ હોય તે પ્રકારે બેધ નિશ્ચિત ન થતો હોવાથી સમારેપ છે.
સમારેપમાં પેટા વિભાગ તરીકે રહેલા વિપર્યયમાં એક વિપરીત કટિને નિશ્ચય હોય છે જ્યારે સંશય અને અનધ્યવસાય બનેમાં એકે કેટીને નિશ્ચય નથી છતાં બન્ને જુદાં હેવાનું એકજ કારણ છે કે સંશય અનેક કોટિને સ્પર્શનાર છે જ્યારે અનધ્યવસાય સર્વથા એકે કેટિને સ્પશનાર નથી.
આ રીતે આઠ સૂત્રો દ્વારા વ્યવસાયિ પદની જરૂર છે તે વાત સિદ્ધ કરી જે આ ન મુકવામાં આવ્યું હતું તે
સ્વપલ્લા પ્રમાણમ્' એવું સૂત્ર બનાવવું પડત અને તેમ બનાવતાં બાદ્ધ સંમત દર્શન–નિર્વિકલપકજ્ઞાન અને પ્રભાકર