________________
२० प्रमाणनयतत्वलोकालङ्कार. તે વાત મીમાંસકો સ્વીકારે છે તેજ પ્રમાણે તેઓએ જ્ઞાન સામગ્રી સિવાય બીજાં પણ અપ્રમાણની પેઠે પ્રમાણુતાને ઉત્પાદક કારણે માનવાં જોઈએ અને તે સ્પષ્ટતા વિગેરે ગુણે હાઈ શકે. એટલે પ્રમાણેની પ્રમાણ્યિની ઉત્પત્તિપરથીજ છે તે સિદ્ધ થાય છે.
પ્રમાણના પ્રમાણ્ય અને અપ્રામણ્યની જ્ઞપ્તિ તે અભ્યાસદશામાં સ્વથી અને અનાભ્યાસદશામાં પરથી થાય છે. જે વસ્તુ વારંવાર પરિચિત હોય તેને અભ્યાસ દશા કહેવામાં આવે છે. ને જેને પરિચય વારંવાર ન થાય તેને અનભ્યાસદશા કહેવામાં આવે છે. જે જે સામગ્રી દ્વારા જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને તેજ સામગ્રી દ્વારા એ જ્ઞાનમાં રહેનાર પ્રામાણ્યનું ભાન થાય તે તેને સ્વત: કહેવામાં આવે છે. અને જ્યાં આગળ જ્ઞાનને ઉત્પાદક કારણે સિવાય બીજાં અધિક કારણે દ્વારા પ્રામાણ્યનું જ્ઞાન થાય તેને પરત: કહેવામાં આવે છે.
દાખલા તરીકે વારંવાર પરિચિત એવા જળના સ્વરૂપનું જ્ઞાન થાય તે જ વખતે તેની અંદર રહેલા પ્રામાણ્યનું પણ જ્ઞાન થાય છે. એટલે “મને પાણીનું જ્ઞાન થયું છે તેજ વખતે આ મારું જ્ઞાન સાચું છે તે પ્રામાણ્ય પણ તરતજ જણાય છે. જે તરતજ પ્રામાણ્ય ન માનીએ તે માણસની પ્રવૃતિ તે જાણતાની સાથે તેમાં થાય છે તે ન થવી જોઈએ. અભ્યાસદશામાં “મને પાણીનું જ્ઞાન થયું એ પ્રમાણે નિર્ણય થયા છતાં પણ તેની અંદર રહેલા પ્રામાણ્યને નિર્ણય બીજા કારણે દ્વારા જ થાય છે. અને જો તેમ ન