________________
प्रमाणनयतत्त्वलोकालङ्कारः
१९
અર્થ:–જ્ઞાનનિષ્ઠ પ્રમાણ્ય અને અપ્રમાણ્ય બને ઉત્પત્તિમાં તે પરથી થાય છે. અને નિશ્ચયમાં પરથી અને સ્વથી થાય છે. ' વિશેષાર્થ–પ્રામાણ્ય અને અપ્રમાણ્ય એ બને ઉત્પન્ન થતાં તે જ્ઞાનના કારણની અંદર રહેલા ગુણ અને દોષ જેઈને પરથી હોય છે. પરંતુ જે અભ્યાસ દશા હોય તો આજ્ઞપ્તિ-જ્ઞાન પદાર્થ સાથે વ્યભિચારિ છે કે અવ્યભિચારી છે. એ પ્રમાણે અપ્રામાણ્ય કે પ્રમાણ્યનો નિશ્ચયવિધાયક કે નિષેધક જ્ઞાનની અપેક્ષા વિના ઉત્પન્ન થતું સ્વથી જ થાય છે. પરંતુ અનન્યાસદશા હોય તે પરની અપેક્ષાથી પ્રામાણ્ય અપ્રમાણ્ય નિશ્ચય થાય છે. ત્યારે પરત: કહેવાય છે. | મીમાંસક પ્રમાણમાં પ્રમાણ્યની ઉત્પત્તિ સ્વથીજ માને છે તે તેની પુષ્ટિમાં જણાવે છે કે જ્ઞાન સામાન્યની ઉત્પત્તિમાં જે સામગ્રીની જરૂર રહે છે તેથી કાંઈ નવીન સામગ્રી પ્રમાણના પ્રામણ્યમાં અપેક્ષિત નહિ હોવાથી પ્રમા
નું પ્રમાણ્ય સ્વથીજ છે. અને અપ્રામાણ્ય ઉત્પત્તિ તે જેની પેઠે તેઓ પણ પરત: સ્વીકારે છે.
જૈનો પ્રમાણેના પ્રમાણ્યની ઉત્પત્તિ પરથી જ માને છે તેઓ મીમાંસકોને ઉત્તર આપતાં જણાવે છે કે “સંશય વિગેરે મિથ્યાજ્ઞાનમાં અને સત્ય જ્ઞાનમાં પણ જ્ઞાન સામાન્ય સામગ્રી તે જરૂર છે છતાં તે મિથ્યાજ્ઞાને અપ્રમાણ છે અને સત્યજ્ઞાન પ્રમાણ છે. એટલે સિદ્ધ થાય છે કે સાચાં અને બેટાં બને જ્ઞાનમાં જ્ઞાન સામગ્રી તે સરખી હોય છે. છતાં સંશય વિગેરે જ્ઞાનમાં બીજા દેશે દ્વારા તે અપ્રમાણુ ઉત્પન્ન થાય છે