________________
રને સાથે આપણે આત્મામાં
પોતાના સર
प्रमाणनयतत्त्वलोकालङ्कारः ને જ્ઞાન પિતાને જાણે તે સક્રિય થાય પરંતુ આત્મામાં કિયાને વિરોધ છે તેને જણાવ્યું કે જેમ આપણે ઘટ વિગેરે પદાર્થના જ્ઞાનમાં ઘટ વિગેરેને સાધ્ય રાખી તેની સન્મુખતાએ ભાન કરીએ છીએ તેમ જ્ઞાનને પિતાને સાધ્ય રાખી તેની સન્મુખતાએ આપણને ભાન થાય છે. “હાથીના બચ્ચાને હું આત્માવડે જાણું છું. તેમાં આત્માવડે જાણું છું તે જ્ઞાન સ્વવ્યવસાયિ છે.
જ્ઞાન સ્વનિશ્ચય વાળું જ છે. તે વાત ફરી દષ્ટાન્ત આપી સાબીત કરે છે–
कः खलु ज्ञानस्यालम्बनं बाह्यं प्रतिभातमभिमन्यमानस्तदपि तत्पकारं नाभिमन्येत मिहिरालोकवत् ॥१७॥
અર્થ–જેમ ગિરિ નગર વિગેરે સૂર્યના પ્રકાશના વિષય છે ને તેથી તેઓ છે એમ જ્ઞાત માનનાર પુરૂષ સૂર્યના પ્રકાશને પણ જ્ઞાત માને છે. તેવી રીતે કર્યો પુરૂષ જ્ઞાનના બાહ્ય વિષય ઘટ વિગેરેને પ્રતિભાત માન્યા છતાં જ્ઞાનને તે પ્રકારનું પ્રતિભાત ન માને?
વિશેષાર્થ–જે પદાર્થ બીજાને જણાવે છે તે પદાર્થ જરૂર પિતાને પણ જણાવે છે. સૂર્યને પ્રકાશ પરને જણાવે છે ને પિતાને પણ જણાવે છે. તેવી જ રીતે જ્ઞાન પણ પિતાને અને પરને જણાવે છે. જે જે પદાર્થો જગતમાં આપણે સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ છીએ તે પણ પિતાને જણાવ્યા સિવાય પરને જણાવતા નથી. તે આ જ્ઞાન પિતાના સ્વરૂપને ન જાણે તે પછી પરને કઈ રીતે જણાવી શકે. જે આપણે જ્ઞાન સ્વને નથી જાણતું એમ મા