________________
ફેબ્રુઆરી, ૨૦૧૧
પાલન કરી ધર્મ આરાધના કરી હતી.
જૈન આગમોમાં પ્રાપ્ત થતા સ્વયંવરોના દશ્ય એ વાતની સાક્ષી પૂરે છે કે કન્યા પોતાનો વર પસંદ કરવાની બાબતમાં સ્વતંત્ર હતી. અને એ સમયમાં લગ્ન નાની વયમાં થતાં ન હતા. જૈન શાસ્ત્ર અનુસાર જેનો બાલભાવ સમાપ્ત થયો હોય અને જેના શરીરના અંગો જાગૃત થઈ ગયા હોય અને ભોગ કરવામાં સમર્થ એવી વ્યક્તિ
વિવાહ માટે યોગ્ય મનાતી હતી.
૩મુ વાતપાવે, વંશ સુદ-પકિવોદિપ, અને મોળું સમર્થ (જ્ઞાત ધર્મકથા)
આ માન્યતા અનુસાર જૈન સંસ્કૃતિમાં બાલવિવાહને સ્થાન ન હતું. વિવાહને લગતી ક્રિયાઓ સંબંધી કેટલાંક એવા પ્રસંગો પ્રાપ્ત થાય છે કે જેમાં બહેનને પોતાના સગા ભાઈ સાથે વિવાહ કરવા પડતા હતા. આવી સ્થિતિ એ સમયની છે કે જ્યારે લોકો પોતાની કન્યા અજાણ્યા કુળમાં આપવાનું પસંદ કરતા ન હતા. ઋષભદેવે પોતાની બહેનને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પુષ્યકેતુએ પોતાના પુત્ર-પુત્રીના પરસ્પર વિવાહ કર્યા હતા. (આવશ્યક ચૂર્ણિ-૨ પૂ. ૧૭૮) આ પ્રથા બૌદ્ધિક વિકાસ બાદ લુપ્ત થઈ ગઈ.
ક્યારેક લગ્ન થયા બાદ માતાપિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે તે કન્યા મા-બાપનું ઘર છોડી સાસરે જતી ન હતી. પરંતુ તેના પતિને ઘરજમાઈ બનીને રહેવું પડતું હતું. (નાયધમ્મકહા-૧૬, પૃ. ૧૬૯) વિવાહ સંબંધી એવા પણ કેટલાંક ઉલ્લેખ મળે છે જેમાં બહેનોની અદલા-બદલી ક૨ી વિવાહ થયા હોય. દેવદત્તે પોતાની બહેનના લગ્ન ધનદત્ત સાથે કર્યા અને તેની બહેનને પોતાની પત્ની બનાવી. (પિધાનયુક્તિ-પ્, ૩૨૪). કન્યાના અપહરણના બનાવો પણ મળે છે. વાસવદત્તા ઉદયન દ્વારા, સુવર્ણગુલિકા દાસી રાજા પ્રોત દ્વારા, રુક્મણિ કૃષ્ણ દ્વારા અને શૈલણા રાજા શ્રેણિક દ્વારા અપહૃત થઈ હતી. (નાયધમ્મકતા ૧૬, પૃ. ૧૮૬).
પ્રબુદ્ધ જીવન
વૈવાહિક પરંપરાનું અવલોકન કરતા એ વાતની પ્રતીતિ થાય છે કે નારીને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડતું હતું. પરંતુ તેની પ્રતિષ્ઠાને ક્યાંય આંચ આવી નથી. નારીની દુર્બળતા ક્યાંય જોવા મળતી નથી.
જૈન સંસ્કૃતિમાં જેટલું યોગદાન પુરુષોનું છે એટલું નહિ તો પણ નારીઓનો સહયોગ ઓછો નથી સ્ત્રી તે સમયમાં પોતાના જીવનની આહૂતિ માત્ર પતિની સેવા કરવામાં જ આપતી ન હતી. પરંતુ તેણે વિદુષી, ધર્મપરાયણતા, વીરાંગના અને કર્તવ્યનિષ્ઠ બની તેને સાબિત કર્યું છે કે નારી દાસી બનવા ઉપરાંત બીજું ઘણું બધું કરી શકે છે.
વિદ્વત્તાના ક્ષેત્રમાં બ્રાહ્મી, સુન્દરી, ચન્દનબાલા, જયન્તિ વગેરેના નામો ગર્વપૂર્વક લેવાય છે જેમણે પોતાની વિદ્વત્તા દ્વારા ભારતીય નારીની ગિરમાને વધારી છે. ચન્દ્રનબાલા પ્રથમ નારી છે જે નારી સંઘની અધિષ્ઠાત્રી રહી. જે સંઘમાં લગભગ છત્રીસ હજા૨ સાધ્વીજીઓ હતી. (નાયધમ્મકહા-૨, પૃ. ૨૨૦-૨૩૦) સોમશર્માની પુત્ર તુલસા અને ભદ્રા વિદ્વત્તામાં જગપ્રસિદ્ધ હતી.
૧૩
(હરિવંશપુરાણ-પૃ. ૩૨૬).
અનેક નારીઓ વિદુષી હોવાની સાથે સાથે લેખિકાઓ અને કવિયિત્રિઓ પણ હતી. લેખિકાઓમાં ગુણસમૃદ્ધિ, પદ્મશ્રી, હેમશ્રી, સિદ્ધથી, વિનફૂલા, હેમસિદ્ધિ, જયમાલા વગેરે પ્રમુખ છે. જેમની રચનાઓ જૈન શ્વેતાંબર સાહિત્યમાં સુરક્ષિત છે. રણમતિઆર્થિકાનો ‘જસહ-ચરિઉ’ અને રાજમતિનો ‘સમકિતસાર’ આ બન્ને
ગ્રંથો બન્ને લેખિકાઓની વિદ્વતા પ્રગટ કરે છે. એવી પણ કેટલીક
મહિલાઓનો ઉલ્લેખ મળે છે જેમણે પોતે ગ્રન્થની રચના નથી કરી પણ ગ્રંથોની પ્રતિલિપિ લખીને સાધુઓ અને વિદ્વાનોને ભેટ આપી છે. આ કાર્ય ૧૪-૧૫મી સદીમાં થયું છે. (પં. ચન્દ્રાબાઈ અભિનંદન ગ્રંથ પૃ. ૪૮૧-૪૮૩). અનુલક્ષ્મી, અસુલધી, અવન્તી, સુન્દરી, માધવી વગેરે જૈન સાહિત્યની કવિધિત્રીઓ છે જેમણે સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષામાં રચનાઓ કરી છે. (પ્રેમી અભિનંદન ગ્રંથ-પૃ. ૬૭૦).
ધર્મ-કર્મ અને વ્રત અનુષ્ઠાનમાં જૈન નારી હંમેશાં મોખરે રહી છે. અનેક શિલાલેખોમાં અનેક નારીઓ દ્વારા બનાવવામાં આવેલ અનેક ગગનચુંબી મંદિરોના નિર્માણ અને તેના પૂજાકાર્ય માટે આપવામાં આવેલ દાનના ઉલ્લેખ મળે છે. ઈ. સ. છી શતાબ્દીમાં ચેટકની રાણી ભદ્રા, શતાનિક રાજાની રાણી મૃગાવતી, ઉદયનની પત્ની વાસવદત્તા, દશરથની પત્ની સુપ્રભા, પ્રસેનજિતની પત્ની મલ્ટિકા, દધિવાહનની શ્રીમતિ અભયારે જૈન મંદિરોના નિર્માણ કરાવ્યા હતા. (શ્રવણ બેલગોલાના શિલાલેખ નં. ૪૬૧) આ પરંપરા ૧૪-૧૫મી શતાબ્દી સુધી જોવા મળે છે.
પ્રાચીન નારીની બૌદ્ધિક ક્ષમતા દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. જેન નારીઓનો મૂર્તિકલા સાથે પણ ઘણો સંબંધ રહ્યો છે. મથુરાની જૈન મૂર્તિકલા જે ભારતીય કલાની જનની છે તેમાં નારીનું અપૂર્વ યોગદાન રહેલું છે. વર્તમાનમાં પ્રાપ્ત અવશેષોમાં ઓછામાં ઓછી પચાસ એવી નારીઓના ઉલ્લેખ મળે છે જેમણે પોતાની રૂચિ અનુસાર મંદિર, મૂર્તિ, ગુફા, ચરણવેદિકા વગેરે બનાવરાવ્યા છે. આબુના મંદિરની જગપ્રસિદ્ધ વાસ્તુકલા શેઠાણી અનુપમાની કલાપ્રિયતાની નિશાની છે. આ સમસ્ત કલાકૃતિઓ આપણો અમૂલ્ય ખજાનો છે!
પ્રાચીન જૈન નારી એક તરફ સેવાની મૂર્તિ અને ધર્મપરાયણ હતી તો બીજી તરફ નિર્ભય અને વિરાંગના પણ હતી. પુરાણોમાં એવા કેટલાંય ઉદાહરણ મળે છે જેમાં સ્ત્રીઓ પતિની સેવા કરતાં કરતાં એના કાર્યોમાં, રાજ્યના સંરક્ષણમાં તથા યુદ્ધના ક્ષેત્રમાં લડીને પતિને સહયોગ આપ્યો છે. ગંગનરેશના વીરયોદ્ધા વદેગ વિદ્યાધર)ની પત્ની ‘સાધિષQ' એ પતિની સાથે યુદ્ધમાં લડતાં લડતાં વીરગતિ પ્રાપ્ત કરી હતી. તે સીતા, રેવતી આદિ જેવી જિનભક્ત તથા ધર્મપરાયણ પણ હતી.
આ અવર્લોકન દ્વારા પ્રતીત થાય છે કે જૈન નારીએ હંમેશ એક આદર્શ જીવન જીવવાની કોશિશ કરી છે. પુરુસ્રોની જેમ ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળીને આત્મસાધના અને ધર્મ-સાધનામાં રત રહી છે તથા તેની પોતાની સ્વતંત્ર સત્તા કાયમ રહી છે તેથી જેન નારીઓના જીવન પુરુષોને માટે પ્રેરણાસ્રોત બન્યા છે.